<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 11th September 2024

સાંસદ રૂપાલા સામે ફરી એકવાર રાજપૂત ક્ષત્રિય સમાજ આકરા પાણીએ: તમામ કક્ષાની જવાબદારીથી મુક્ત કરવા માંગ

ક્ષત્રિય સમાજની માફી માંગે : શ્રી રામ બાબતે કરેલી ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજમાં ફરી એક વાર નારાજગી: એક સભામાં શ્રી રામ અને વાલી અંગે કરી હતી વિવાદિત વાત

રાજકોટના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પરશોત્તમ રૂપાલા દ્વારા એક સભામાં રામ અને વાલી વિશે વાત કરી હતી. તે બાબતને લઈને અત્યારે રાજપૂત સમાજે ફરી એકવાર પોતાનો વિરોધ નોંધાવ્યો છે. પરશોત્તમ રૂપાલા દ્વારા આરાધ્ય દેવ ભગવાન રામ ટિપ્પણી મુદ્દે રાજપૂત સમાજમાં ફરી એક વાર નારાજગી જોવા મળી રહીં છે

  ગુજરાત રાજપૂત સંકલન સમિતિના કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કેતાજેતરમા રાજકોટ લોકસભાના સાંસદ અને ભાજપના વરિષ્ઠ નેતા પુરૂષોત્તમ રૂપાલા દ્વારા સનાતન ધર્મના આરાધ્ય ઇષ્ટદેવ અને પ્રજા વત્સલ રાજા ભગવાન શ્રી રામ વિશે વાણી વિલાસ કરવામાં આવેલ છે.આ નિવેદનને ગુજરાત રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ સખત શબ્દોમા વખોડે છે.

સંકલન સમિતી દ્વારા કેન્દ્ર સરકારને આવા વાણી વિલાસ કરનાર વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવા માટે કાયદો બનાવવા પત્ર પાઠવવામા આવેલ છે.રૂપાલા દ્વારા પુનઃ સનાતન ધર્મ અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવામા આવેલ છે.અમારી માગણી છે કે ભાજપનું સંગઠન રૂપાલાને તમામ કક્ષા ની જવાબદારીમાથી મુક્ત કરે તેમ કરણસિંહ ચાવડા(પ્રવકતા- ગુજરાત રાજપૂત સંકલન સમિતિ) એ જણાવ્યું હતું

 

(12:52 AM IST)