<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

રાજકોટમાં વધુ એક જબરૂ સાયબર ફ્રોડ: બીપીસીએલના નિવૃત કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગમાં અરેસ્ટ વોરન્ટ નીકળ્યું છે કહી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી ૧ કરોડ પડાવ્યા: સાયબર ક્રાઇમ પોલીસે અશ્વીનભાઈ માનસિંહ તલાટીયાની ફરિયાદ નોંધી

૭૩ લાખ ટ્રાન્સફર કર્યા પછી નાણાં ખૂટી જતા ૩૦ લાખ ઉછીના લઈને મોકલ્યા! તપાસ પત્યે નાણાં પાછા મળી જશે તેમ કહી ઠગાઈ

રાજકોટ: શહેરમાં વધુ એક જબરૂ સાયબર ફ્રોડ થયું છે. નિવૃત્ત સરકારી કર્મચારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મની લોન્ડરિંગ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી સુપ્રીમ કોર્ટની ફેક નોટિસ મોકલી કેસમાંથી બચવું હોય તો તમારૂં ફાયનાન્સ આરબીઆઇના એકાઉન્ટન્ટ પાસે ચેક કરાવવું પડશે અમે એપ્લિકેશન મોકલીએ તે ડાઉનલોડ કરી પૈસા ટ્રાન્સફર કરો તેમ કહી ડરાવી એક કરોડથી વધુ પડાવી લીધા છે.

સાયબર ક્રાઇમ પોલીસમાં આ અંગે અશ્વીનભાઈ માનસિંહ તલાટીયા (ઉ.વ.-65 રહે. યોગેશ્વર સોસાયટી મકાન નં ૩૫ જુના એરપોર્ટ પાસે રેસકોર્સ)એ ફરિયાદ દાખલ કરાવી જણાવ્યું છે કે હું મારા પરીવાર સાથે ૨હુ છુ અને બીપીસીએલ કંપનીમાંથી નિવ્રુત થઈ નિવ્રુત જીવન ગુજારૂ છુ અને એપલ કંપનીનો ફોન વાપરુ છુ તથા વોટ્સઅપ તથા ફેસબૂક તથા સ્કાઈપે જેવી સોશિયલ મીડીયા એપ્લીકેશન વાપરૂ છુ. ગઈ તા-૦૯/૦૭/૨૦૨૪ ના રોજ હુ મારા ઘરે હતો ત્યારે મને મારા વોટ્સએપ નંબર ૯૮૨૫૨૩૩૫૦૩ માં વોટ્સએપ નંબર ૯૮૨૧૫૬૪૧૨૫ પરથી વોટસએપ કોલ આવેલ અને તે હીન્દીમા વાત કરતો હતો અને મને જણાવેલ કે હુ મુંબઇ ક્રાઇમ બ્રાંચથી પોલીસ ઇન્સપેકટર અજય પાટીલ બોલુ છુ અને તમારા વિરુધ્ધમા મુંબઇ ક્રાઇમ બ્રાંચમા એફઆઈઆર MH1045/05/24 દાખલ થયેલ છે જેમા નરેશ ગોયેલ નામના શખ્સની મની લૉડરીંગ ના ગુનામાં ધરપકડ કરેલ છે અને તેની પાસેથી કેનરા બેંકનું એકાઉન્ટ તથા એ.ટી.એમ. કાર્ડ મળ્યું છે. તેવી વિગત મને જણાવેલ હતી. 

ત્યારબાદ અજય પાટીલે મને કહેલ કે મારા સીનીયર ઓફીસર વિનયકુમાર ચોબેને ફોન આપું છું, તેણે મને કહેલ કે તમારૂ એરેસ્ટ વોરંટ નીકળેલ છે. અને તમને ૨ કલાકમાં સી.બી.આઇના સ્ટાફ એરેસ્ટ કરી લેશે પછી આ વિનયકુમાર કહેલ કે તમે કેસ બાબતે ચેક કરૂ પછી તેને કને કહેલ કે તમારા વિરૂધ્ધ એરેસ્ટ વોરંટ નીકળી ગયેલ છે હવે આ કેસ મારા હાથમાં નથી હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો આ કેસ આ તમને કોઇ રાહત થાય તો તેમ કહીને આ આકાશ કુલહરી સાથે ફોનમાં વાત કરાવેલ હતી.

ત્યારબાફ મને Skype એપ્લીકેશન ડાઉનલોડ કરવાનુ કહેલ અને મે કહેલ કે મને આ ડાઉલોડ કરતા નથી આવડતુ તેમ કહેતા આ આકાશ કુલહરી એ મને મારા વોટસએપમાં Skype એપ્લીકેશન સ્ક્રીન શોર્ટ મોકલેલ જેમા live:.cid.d272a57058d40836 આઈ.ડી હતી જે મે આ મુજબ ડાઉલોડ કરો જેથી તેમના કહેવા મુજબ Skype એપ્લીકેશન મારા મોબાઇલમા ડાઉનલોડ કરેલ ત્યાર બાદ તમારે આ કેસ માંથી નીકળવુ હોય તો તમે સુપ્રિમ કોર્ટમાં હાજર થાવા કહેલ અને આ એપ્લીકેસમાં તેને સુપ્રિમ કોર્ટની નોટીસ મોકલી છે. જોવો તમે કહેતા મે આ એપ્લીકેસનમાં ચેક કરતા તેમાં નોટીસ હતી જેથી મે આ તેને કહેલ કે હુ બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી ન શકુ તેમ કહેતા તેમને મને કહેલ કે તમારૂ ફાઇનાન્સ આર.બી.આઇ ઓડીટર પાસે ચેક કરાવુ પડશે હુ તમને ફરી કોલ કરૂ તેમ કહીને ફોન મુકી દીધેલ.

 ત્યાર બાદ ફરી ઉપરોકત મોબાઇલ નંબરથી ફોન આવેલ અને કહેલ કે તમારી આર.બી.આઈ પાસે મંજુરી લઇ લીધેલ છે અને તમારા પૈસા હુ કહું તે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો ત્યાં સુધીમાં તમારૂ વોરંટ ટેમ્પરરી સ્ટોપ કરાવેલ છે ત્યાં સુધીમાં તમે બધા પૈસા ટ્રાન્સફર કરો તેમ કહેલ અને Skype એપ્લીકેશનમાં એકાઉન્ટ નંબરો ના લેટર મોકલેલ હતા જેમા મને પૈસા ટ્રાન્સફર કરવાનુ જણાવેલ હતુ જે મે રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ હતા.  આ  દરમ્યાન મને આકાશ કુલહરીએ કહેલ કે તમારે મને દર અડધી કલાક - કલાકે વોટસએપમાં મેસેજ કરવાનો તથા રીપોર્ટ કરવાનો તમે નહી કરો તો તમારી પાછળ સી.બી.આઈ તથા મની લોન્ડ્રીંગવાળા છે. તમારી જાનનુ જોખમ છે. જેથી હુ ડરી ગયેલ હોય જેથી આ લોકોના કહેવા મુજબ કરતો હતો. ત્યાર બાદ આ કેસની ઇન્કવાયરી પુરી થાય એટલે તમે જમા કરાવેલ રમક પરત આપી દેવામાં આવશે તેમ કહેલ હતુ બાદ મારી પાસે રહેલ તમામ સેવિંગ પુરુ થઈ જતા મને આકાશ કુલહરીએ જણાવેલ કે તમારે હજી આ કેસના ઈન્સ્પેક્શન માટે વધુ રૂ-૩૦,૦૦,૦૦૦ જમા કરાવવા પડસે જેથી હુ મારા મીત્ર હર્ષદભાઈ વિનોદરાઈ આસ ૨ નાઓ પાસે હાથ ઉછીના રૂ-૩૦,૦૦,૦૦- લેવા માટે ગયેલ અને તેમને આ સંપુર્ણ બાબત થી વાકેફ કરાવેલ હતા જેથી તેઓએ મને જણાવેલ કે આ ફ્રોડ છે જેથી મેં તા-૨૬/૦૭/૨૦૨૪ ના રોજ એન.સી.આર.પી પોર્ટલ નં ૧૯૩૦માં ફોન કરી અરજી કરેલ હતી હવે ફરિયાદ નોંધાવી છે.

આમ વોટ્સઅપ નં ૯૮૨૧૫ ૬૪૧૨૫ તથા Skype એપ્લીકેશનમાં આઈડી live:.cid.d272a57058d40836 ધારકે મને મુંબઈ ક્રાઈમ બ્રાંચની ખોટી ઓળખ આપી સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડીયા લખેલ ખોટી નોટીસ મોકલી મને ધરપકડ કરવાની ધમકી આપી ભય બતાવી મારી પાસેથી કૂલ રૂ.૧.૧,૦૩,૬૭,૦૦૦ પડાવી લઈ ગુનો કરેલ હોય જેથી આ તમામ સામે ધોરણસર થવા મારી ફરીયાદ છે. તેમ વધુમાં અશ્વિનભાઈએ જણાવતા પીએસઓ દીપકભાઈ પંડિતે ગુનો દાખલ કરાવતા આગળની તપાસ શરૂ થઈ છે.

(9:34 PM IST)