<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

સામાજીક યોગદાન બદલ જેએમજે ગૃપના મયુરસિંહ જાડેજાનું સન્‍માન

ચમત્‍કારીક હનુમાન, એ.જી.ચોક ખાતે ગણેશોત્‍સવના આયોજન સાથે યોજાયો સમારંભ

તા. ૭-૦૯-૨૦૨૪, શનિવારે ગણેશ ચતુર્થી ના શુભ દિવસે સાંજે ૭ કલાકે શ્રી મયુરઘ્‍વજસિંહ એમ. જાડેજા (પડાણા) મેનેજીંગ ડાઈરેક્‍ટર જેએમજે ગ્રુપ (રાજકોટના ભામાશા ) નો  સત્‍કાર સમારંભ ચમત્‍કારીક હનુમાનજી મંદિર એ જી ચોક કાલાવડ રોડ રાજકોટ ખાતે મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત મહેમાનો તથા ભક્‍તજનોની હાજરીમા ઉજવવામાં આવ્‍યો અને ગણેશ દાદાનુ ઉદઘાટન તથા પ્રથમ આરતી મયુરસિંહ દ્વારા  ઉતારવામાં આવી. તેઓ ચમત્‍કારીક હનુમાનજી મંદિર જીર્ણાેધાર ા દાતા, હરભમજિરાજ ગરાસિયા ર્બોડિંગના સવા કરોડના મુખ્‍ય દાતા, દર વર્ષે સર્વ જ્ઞાતિની ૧૦૧ દીકરીઓના સમૂહ લગ્ન અને કરિયાવર આપે છે, જાણીતા બિલ્‍ડર છે અને હેડ લાઈન ન્‍યૂઝ પેપરના માલિક છે,

આ પ્રસંગે મુખ્‍ય કમિટી દ્વારા હનુમાનજીનો ફોટો તથા સાલ ઓઢાડવામાં આવી હતી. આ પ્રસંગે મુખ્‍ય મહેમાનો શ્રી પી. બી. જાડેજા- નિવળત સિનિયર ઓડિટ ઓફિસર, ડી ટી વાઘેલા-નિવળત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, આર એફ ગોહિલ-નિવળત પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર, બલભદ્રસિંહ ચુડાસમા (દેવચડી) એડવોકેટ, નીરૂભા વાઘેલા કોર્પોરેટર,  ધર્મેન્‍દ્રભાઈ ભગત બીજેપી અગ્રણી, ડો.જીગરસિંહ જાડેજા સૌરાષ્‍ટ્ર ના ખ્‍યાતનામ ન્‍યુરોસર્જન, હરભમજીભાઈ જાડેજા-મોટા મવા, પી જે રાણા-ગેડી, ભારતસિંહ ઝાલા-રતનપર, ભરતસિંહ ઝાલા-અડવાળ, ગિરિરાજસિંહ રાઠોડ(છારા)કાર્યકરી પ્રમુખ, માયાબા જાડેજા પ્રમુખ રુદ્ર શક્‍તિ મહિલા મંડળ, નયનાબા જાડેજા ઉપપ્રમુખ, બળદેવસિંહ ચુડાસમા નિવળત બેન્‍ક અધીકારી, આર ડી જાડેજા વચલી ઘોડી, ગજુભા જેઠવા નિવળત બેન્‍ક અધિકારી, શક્‍તિસિંહ જાડેજા ખીલોસ, બી ટી જાડેજા હડમતીયા જંક્‍સન, રાજભા વાઘેલા, અશોકસિંહ જાડેજા, વિનુભાઈ પરમાર બીજેપી અગ્રણી, સુરેશભાઈ પટેલ પટેલ કોમ્‍પ્‍યુટર, હઠીસિંહ જાડેજા, ડી વી ગોહિલ, નરેન્‍દ્ર કતિરા નિવળત બેન્‍ક અધિકારી, સહીત મોટી સંખ્‍યામાં મહેમાનો ઉપસ્‍થિત રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે કમિટીના શ્રી થાનકીબાપુ, આશિષભાઈ ગોહેલ, યોગેશભાઈ પોપટ, વિક્રમસિંહ પરમાર, જીતુભાઇ ચંદારાણા, ધર્મેન્‍દ્રસિંહ રાઠોડ એ જી સોસાયટી, મયુરસિંહ જાડેજા એ જી સોસાયટી,ગિરી બાપુ પૂજારી, વગેરે કમિટીના સભ્‍યો એ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનુ સંચાલન દિલીપસિંહ જાડેજા-વેજાગામ દ્વારા કરવામાં આવ્‍યું હતું, દર શનિવારે મંદિરે લગભગ ૭ થી ૮ હજાર ભક્‍તો દર્શને આવે છે અને દાદાના ચમત્‍કાર થી માનતા પુરી કરે છે અને કમિટી દ્વારા ભક્‍તો માટે પ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવે છે, ચમત્‍કારીક હનુમાનજી દાદાના દર્શને પધારવા માટે સહુને અપીલ કરવામાં આવી છે. 

(4:17 PM IST)