<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

લોકવિજ્ઞાન કેન્‍દ્ર ખાતે નેશનલ સાયન્‍સ સેમિનાર : જિલ્લા કક્ષાની સ્‍પર્ધા

રાજકોટ : સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન તેમજ રાજકોટ મહાનગરપાલિકા સ્‍થાપિત અને સૌરાષ્‍ટ્ર એજયુકેશન ફાઉન્‍ડેશન સંચાલિત અને ગુજકોષ્‍ટ પુરસ્‍કૃત ઓ. વે. શેઠ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્‍દ્ર રેસકોર્ષ ખાતે નેશનલ સાયન્‍સ સેમિનારની રાજકોટ જિલ્લા કક્ષાની સ્‍પર્ધાનું આયોજન કરાયુ હતુ. નેશનલ કાઉન્‍સિલ ઓન સાયન્‍સ મ્‍યુઝિયમ ભારત સરકાર દ્વારા વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે અને શાળાના તેજસ્‍વી વિદ્યાર્થીઓની ક્ષમતાને બહાર લાવવાના હેતુથી દર વર્ષે નેશનલ સાયન્‍સ સેમિનારનું આયોજન થાય છે. તેના ભાગરૂપે યોજાયેલ આ સેમીનાર ગોઠવાયો હતો. સાથે ‘કૃત્રિમ બુધ્‍ધિમતા : સંભાવનાઓ અને ચિંતાઓ' વિષય પર ધો. ૮ થી ૧૦ ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાની સ્‍પર્ધા ગોઠવવામાં આવી હતી. જેમાં ૩૪ શાળાના ૩૪ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્‍પર્ધાના પરિણામો જાહેર કરાતા પ્રથમ સ્‍થાને નિત્‍ય હપાણી (ટીજીએસ સ્‍કુલ), દ્વીતીય ક્રમે નક્ષત્ર પાઠક (શક્‍તિ સ્‍કુલ), તૃતીય ક્રમે પિયુષ શાહુ (ઇનોવેટીવ સ્‍કુલ) વિજેતા બનેલ. નિર્ણાયક તરીકે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના ઇલેકટ્રોનિકસ વિભાગના અધ્‍યક્ષ ડો. મહેશભાઇ જીવાણીએ સેવા આપી હતી.

(4:12 PM IST)