<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

‘સુવર્ણભૂમિ કા રાજા': ગણપતિ દાદાની ભાવભેર ભકિતઃ અલૌકીક વાતાવરણ

દેવા હો દેવા, ગણપતિ દેવા, તુમ સે બઢકર કૌન...

- સાત વિંગના કુલ ૩૯ર ફલેટ ધારકો હળી મળીને પવિત્ર વાતાવરણમાં ગણેશ ભગવાનની ભાવપૂર્વક પૂજા કરે છેઃ દરેક વિંગના સભ્‍યો ક્રમ મુજબ દરરોજ પ્રસાદીના થાળ સાથે ઉત્‍સાહભેર ગણેશ સ્‍તુતીમાં ભાગ લે છે

- ગુજરાતના કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા સહિતના મહાનુભાવોની હાજરીઃ સોસાયટીના પ્રમુખ મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સુવર્ણભૂમિ કલ્‍ચરલ કમિટી તેમજ યંગ સોશ્‍યલ ગ્રુપ દ્વારા ભવ્‍ય-જાજરમાન આયોજનઃ ‘શ્રીનાથજીની ઝાંખી', વિંગ વાઇઝ પર્ફોર્મન્‍સ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ સહિતના કાર્યક્રમોની વણઝાર

રાજકોટ તા. ૧૦ :.. રાજકોટ, મહારાષ્‍ટ્ર સહિત સમગ્ર દેશ હાલમાં વિધ્‍નહર્તા દેવ શ્રી ગણપતિ મહારાજની ભકિતમાં તરબોળ બની ગયો છે ત્‍યારે રાજકોટના સુવર્ણભૂમિ ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે આવેલ સુવર્ણભૂમિ સોસાયટી દ્વારા ‘સુવર્ણભૂમિ કા રાજા' રૂપે ગણપતિ દાદાની ભાવભેર ભકિત કરવામાં આવી રહી છ.ે સાત વિંગના કુલ ૩૯ર જેટલાં ફલેટ ધારકો પવિત્ર વાતાવરણમાં હળી મળીને ભાવપૂર્વક ગણેશ ભગવાનની પૂજા કરી રહ્યા છે. મહિલાઓ-બાળકો સહિત નાના-મોટા સૌ કોઇ ઉત્‍સાહપૂર્વક ગણેશ સ્‍તુતી કરી રહ્યા છે. દરરોજ એક-એક વિંગના સભ્‍યો ક્રમ મુજબ પ્રસાદીના થાળ સાથે ગણેશ ભગવાનની દરરોજ પૂજા કરે છે. વિંગના સભ્‍યો ધાર્મિક ગીત-સંગીત સાથે નાચ-ગાન સાથે ગણપતિ દાદાને પ્રસાદીનો થાળ અર્પણ કરે છે અને ભકિત કરે છે.

ગણપતિ મહારાજની ભકિતની સાથે સાથે શ્રીનાથજીની ઝાંખી વિંગવાઇઝ પર્ફોર્મન્‍સ, બ્‍લડ ડોનેશન કેમ્‍પ સહિતના કાર્યક્રમોની પણ વણઝાર ગોઠવવામાં આવી છે. રોજ  સાંજે ગણપતિ દાદાની મહાઆરતીમાં ખૂબ મોટી સંખ્‍યામાં સભ્‍યો ઉમળકાભેર ભાગ લઇ રહ્યા છે. પ્રસાદ વિતરણની પણ નમૂનારૂપ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત રાજયના કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા, અગ્રણી ઉદ્યોગપતિ  શ્રી મનોહરભાઇ બાબરીયા, સોસાયટીના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ શ્રી મનિષભાઇ ઠક્કર, ઉપપ્રમુખો શ્રી વિનોદભાઇ ધીંગાણી અને શ્રી મનસુખભાઇ મારવાણીયા, મંત્રીશ્રી મિલનભાઇ ધ્રાંગધ્રરીયા, ખજાનચી શ્રી સમીરભાઇ પાંભર, સહમંત્રી ધર્મેન્‍દ્રભાઇ તન્‍ના, સહખજાચી આશીષભાઇ દોશી, સહિતના મહાનુભાવોએ ગણપતિ દાદાની પૂજા-આરતી કરવાનો લ્‍હાવો મેળવ્‍યો હતો.

અલૌકીક વાતાવરણ સાથેના ભવ્‍ય-જાજરમાન ગણેશ ઉત્‍સવને સફળ બનાવવા સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી મનિષભાઇ ઠક્કરના માર્ગદર્શન હેઠળ સુવર્ણભૂમિ કલ્‍ચરલ કમિટી તેમજ યંગ સોશ્‍યલ ગ્રુપના સભ્‍યો શ્રી નિખિલભાઇ શેઠ, અંકીતભાઇ ઝાટકીયા, પ્રિન્‍સભાઇ મણીયાર, નિલેશભાઇ કકાસણીયા, રાકેશભાઇ કડેચા, કેતનભાઇ ગજ્જર, નટવરભાઇ બુટાણી, રવિભાઇ સોરઠીયા, હર્ષભાઇ સંતોકી, કુંજલભાઇ પુરોહિત, દિપકભાઇ ઊંધાડ (ડીસીપી), ધર્મેશભાઇ કલોલા, પ્રદીપભાઇ દતાણી, રાજભાઇ ઠક્કર, ડો. રોમીતભાઇ મારવાણીયા, કરણભાઇ પટેલ, હર્ષભાઇ દલસાણીયા, રાજનભાઇ વજીર, મિલનભાઇ ધ્રાંગધરીયા, દિશાંતભાઇ દોશી, ધરમભાઇ પોપટ, વિરેશભાઇ શાહ, કૃણાલભાઇ બચ્‍છા, પીયુષભાઇ ડાભી, હેરીનભાઇ દોમડીયા, સુકેતુભાઇ ગણાત્રા, સમીરભાઇ ચંદે, બ્રીજભાઇ મણીયાર,  ધરમભાઇ રાયચુરા, પુરવભાઇ ભીમજીયાણી, ડો. પ્રશાંતભાઇ ઠાકર, પ્રશાંતભાઇ પંડયા વિગેરે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે

(4:13 PM IST)