તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
કોઠારીયા રોડ હુડકોમાં દિપકભાઇ રાઠોડને ચાર પડોશીઓએ ઢીકા-ધોકાથી ફટકાર્યા
દિપકભાઇ અને તેના પિતા શેરીમાં ઝઘડો કરતાં હોઇ ઘરમાં જવાનું કહેતાં માથાકુટઃ ભક્તિનગર પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૦: શહેરના કોઠારીયા રોડ હુડકો ક્વાર્ટરમાં રહેતાં દિપકભાઇ દુર્લભભાઇ રાઠોડ (ઉ.વ.૪૪)ને તથા તેના પડોશમાં રહેતાં તપનસિંહ, ધર્મરાજસિંહ, અજયસિંહ, ગિરીરાજસિંહે મળી ધોકાથી માર મારતાં તેમજ ઢીકાપાટુ મારતાં ભક્તિનગર પોલીસને જાણ કરતાંપીએસઆઇ કે.આર. સામુદ્રેએ દિપકભાઇની ફરિયાદ પરથી ચારેય વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. દિપકભાઇ અને તેના પિતા વચ્ચે કોઇ કારણે ચડભડ થતાં બંને ઝઘડો કરતાં કરતાં ઘરની બહાર જાહેરમાં આવી જતાં પડોશીએ તેમને બહાર દેકારા બોલાવવાની ના પાડી ઘરમાં જવાનું કહેતાં તેની સાથે બોલાચાલી થતાં ચારેય પડોશીઓએ મારકુટ કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
(4:26 PM IST)










