તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
રાજકોટ બિલ્ડર્સ એસો.ની યુથ કમિટીના કન્વીનર તરીકે દિશીત પોબારૂની વરણી
વિખ્યાત ‘પ્રભુગ્રુપ'ના યુવા એમ.ડી.ની ઉંચી ઉડાન

રાજકોટ તા.૧૦: સોૈરાષ્ટ્ર સહિત સમગ્ર દેશમાં રાજકોટ રીઅલ એસ્ટેટ ક્ષેત્રની એક આગવી ઓળખ છે. ત્યારે ક્રેડાઇ (ધ કન્ફેડરેશન ઓફ રીઅલ એસ્ટેટ ડેવલપર્સ એસોસીએશન્સ ઓફ ઇન્ડિયા- (Redai) રાજકોટ બિલ્ડર્સ એસોસીએશન (RBA)ની તાજેતરમાં જનરલ મિટીંગ મળી હતી. જેમાં રાજકોટ બિલ્ડર્સ એસો.ની યુથ કમિટીના કન્વીનરપદે વિખ્યાત ‘પ્રભુગ્રુપ'ના યુવા મેનેજીંગ ડીરેકટર દિશીત રાજુભાઇ પોબારૂની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. હાલમાં શ્રી દિશીત પોબારૂ યંગ ઇન્ડિયન્સ, રાજકોટમાં ચેપ્ટર ચેર તરીકે પણ પોતાની સફળતાપૂર્વક ફરજ બજાવી રહયા છે.
‘મોરના ઇંડા ચીતરવા ન પડ' કહેવતને સાર્થક કરતા દિશીત પોબારૂના પિતાશ્રી રાજુભાઇ પોબારૂ હાલમાં વિશ્વના સોૈથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન''ના પ્રમુખ, શ્રી સદગુરૂ સેવા સદન ટ્રસ્ટ (પ.પૂ.શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ)માં ટ્રસ્ટી, રાજકોટ કોમર્શીયલ કોમોડીટી સેન્ટર (સટ્ટાબજાર)ના પ્રમુખ કાઠીયાવાડ બાલાશ્રમ, રાજકોટના ઉપપ્રમુખ રામમંદિર રતનપર ટ્રસ્ટના ટ્રસ્ટી, જનકલ્યાણ સોસાયટી, રાજકોટના પ્રમુખ સહિતના હોદ્ાઓ ઉપર પોતાની સુપેરે ફરજ બજાવી રહયા છે.
RBAની યુથ કમિટીના નવા વરાયેલા કન્વીનર શ્રી દિશીત પોબારૂએ અકિલા સમક્ષ કોલ આપ્યો હતો કે રીઅલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવા નવા આયામો, નવા સંશોધનો, નવી ટેકનોલોજી અપનાવવા સંદર્ભે પોતે હંમેશા તત્પર રહેશે. રીઅલ એસ્ટેટ ક્ષેત્રે ઉંચી ઉડાનરૂપે કન્વીનરના મહત્વના પદ ઉપર વરણી થતા શ્રી દિશીત પોબારૂ (મો.નં.૯૮૨૪૩ ૧૫૯૭૦) ઉપર શુભેચ્છાનો ધોધ વરસી રહયો છે. (૫-રપ)
- વિશ્વના સૌથી મોટા લોહાણા મહાજન ‘રાજકોટ લોહાણા મહાજન' ના પ્રમુખ અને ટોચના બિલ્ડર રાજુભાઇ પોબારૂના પુત્રએ ‘મોરના ઇંડા ચીતરવા ન પડે' કહેવતને સાર્થક કરીઃ શુભેચ્છાનો ધોધ
- રીઅલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવા નવા આયામો, નવા સંશોધનો અને નવી ટેકનોલોજી અપનાવવા તત્પર રહેવાનો અકિલા સમક્ષ કોલ આપતા દિશીત પોબારૂ
(3:34 PM IST)










