તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
૪૪ની બદલીથી ડીસીબી,એસઓજી, પેરોલ ફરલો, આર્થિક ગુના નિવારણમાં નવા કર્મચારીઓનો ઉમેરો
એએસઆઇ, હેડકોન્સ્ટેબલ, કોન્સ્ટેબલની બદલીનો ઘાણવો કાઢતાં પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા : સાયબર ક્રાઇમમાં પણા સાત નવા કર્મચારીઓ સામેલ થશેઃ તમામની માંગણી મુજબ બદલીઓ થઇ : અમુકને ડીસીબીથી પીસીબીમાં બદલવામાં આવ્યાઃ અમુક અગાઉ પણ ડીસીબી સહિતના વિભાગોમાં ‘નોંધપાત્ર' કામગીરી કરી ચુક્યા છે તેમને અલગ અલગ ડિવીઝન, ટ્રાફિક શાખામાંથી ફરી ‘માભાદાર'જગ્યાએ મુકાયા

રાજકોટ તા. ૧૦: શહેર પોલીસમાં વધુ એક વખત બદલીનો ઘાણવો નીકળ્યો છે. અગાઉ પીએસઆઇ, બાદમાં પીઆઇ અને હવે એએસઆઇ, હેડકોન્સ્ટેબલ તેમજ કોન્સ્ટેબલ મળી ૪૪ કર્મચારીઓની માંગણી મુજબ બદલીઓ કરવામાં આવી છે. આ કારણે મહત્વની ગણાતી ડીસીબી, એસઓજી, આર્થિક ગુના નિવારણ સેલ, પેરોલ ફરલો સ્ક્વોડ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમોમાં નવા અને ‘નોંધપાત્ર કામ' કરી શકે તેવા કર્મચારીઓનો ઉમેરો થયો છે. જેમની બદલી મહત્વની જગ્યાએ થઇ છે તેમાંના અમુક અગાઉ પણ આ જગ્યાએ સારી એવી કામગીરી કરી ચુક્યા છે.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ બદલીનો જે ઘાણવો કાઢયો છે તેમાં ૮ એએસઆઇનો સમાવેશ થાય છે. કન્ટ્રોલ રૂમના એએસઆઇ જયપાલસિંહ ચુડાસમાને ઇઓડબલ્યુ, ટ્રાફિક શાખાના એએસઆઇ સંતોષભાઇ મોરીને પીસીબી, ગાંધીગ્રામના એએસઆઇ જયેન્દ્રસિંહ કનકસિંહને સાયબર ક્રાઇમ, યુનિવર્સિટીના એએસઆઇ સમીરભાઇ શેખને એસઓજી, આજીડેમના એએસઆઇ શૈલેષપરી ગોસ્વામીને અધિક પોલીસ કમિશનરની રીડર શાખામાં, ટ્રાફિક શાખાના વિરેન્દ્રસિંહ વનરાજસિંહને એસઓજી, મયુરભાઇ એમ. પાલરીયાને પીસીબી, કન્ટ્રોલ રૂમના સહદેવસિંહ પી. રાણાને ઇઓડલ્યુમાં મુકાયા છે.
જ્યારે જે ૧૦ હેડકોન્સ્ટેબલોની બદલી થઇ છે તેમાં બી-ડિવીઝનના રાજેશભાઇ લક્ષમણભાઇ બાળાને એસઓજી, યુનિવર્સિટીના સિધ્ધરાજસિંહ જાડેજાને એસઓજી, એ-ડિવીઝનના ધર્મેન્દ્રસિંહ ઝાલાની પેરોલ ફરલો સ્ક્વોડ, ટ્રાફિક શાખાના હરદેવસિંહ જાડેજાને એસઓજી, કરણભાઇ મારૂને પીસીબી, ગાંધીગ્રામના રોહિતભાઇ કછોટને પેરોલ ફરલો સ્ક્વોડ, પ્ર.નગરના મોૈલિકભાઇ સાવલીયાને એસઓજી, કમાન્ડ કન્ટ્રોલના જયપાલસિંહ ચુડાસમાને ઇઓડબલ્યુમાં અને ડીસીબીના કિરીટસિંહ વી. ઝાલાને પીસીબીમાં તથા વાયરલેસના ડી. બી. મહેતાને ડીસીબીમાં મુકવામાં આવ્યા છે.
ઉપરાંત જે ૨૫ કોન્સ્ટેબલ અને એલઆરની બદલી કરવામાં આવી છે તેમાં ભક્તિનગરના અર્જુન ડવને ડીસીબી, થોરાળાના અનોપસિંહ ઝાલાને એસઓજી, બી-ડિવીઝનના જગદીશભાઇ વાંકને ઇઓડબલ્યુ, એરપોર્ટના અંશુમનભા ગઢવીને ઇઓડબલ્યુ, કુવાડવાના ધર્મરાજસિંહ રાણાને ડીસીબી, યુનિવર્સિટીના રવિરાજસિંહ મકવાણાને ડીસીબી, યોગરાજસિંહ ગોહિલને પેરોલ ફરલો, પ્ર.નગરના હર્ષરાજસિંહ જાડેજાને સાયબર ક્રાઇમ, તુલસીભાઇ ચુડાસમાને ડીસીબી, એ-ડિવીઝનના સંજયભાઇ ખાખરીયાને ડીસીબી, તાલુકાના જીલુભાઇ ગરચરને ડીસીબી, ટ્રાફિકના પ્રવિણભાઇ જતાપરાને ડીસીબી, ભક્તિનગરના કોૈશિકભાઇ ગઢવીને ડીસીબી, યુવરાજસિંહ રાણાને પીસીબી, થોરાળાના રવિરાજભાઇ ધગલને એસઓજી, ડીસીબીના હિરેનભાઇ સોલંકીને પીસીબી, કુલદીપસિંહ આર. જાડેજાને ડીસીબીથી પીસીબી, નગીનભાઇ પોલાભાઇ ડાંગરને ડીસીબીથી પીસીબી, વાલજીભાઇ જાડાને ડીસીબી એટેચ પીસીબી, બી-ડિવીઝનના એલઆર ભરતભાઇ નેભાભાઇને સાયબર ક્રાઇમ, પ્ર.નગરના એલઆર પિન્ટુભાઇ ધીરજલાલને સાયબર ક્રાઇમ, ટ્રાફિકના સુધીરભાઇ રમેશભાઇને સાયબર ક્રાઇમ, કો. સેલના શ્વેતાબેન મનસુખભાઇને સાયબર ક્રાઇમમાં તેમજ ગાંધીગ્રામના અશોકભાઇ રાવતભાઇને રીડર શાખા, મુખ્ય મથકના કિર્તીબેન મહેશભાઇને રીડર શાખામાં મુકવામાં આવ્યા છે. ઉત્સાહભેર અને કંઇક કરી દેખાડવાના જુસ્સા સાથે મહત્વના સ્થાનો પર મુકાયેલા કર્મચારીઓ કેવી નોંધપાત્ર કામગીરી કરશે તે તરફ બધાની નજર રહેશે.
(4:26 PM IST)










