<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th September 2024

NSUIની નિબંધ સ્‍પર્ધામાં ભાજપ ઉઘાડો પડશે

નવતર પ્રયોગ : કુશાસન સામે શબ્‍દકોશ... સ્‍પર્ધામાં ભાગ લો, હજારો રૂપિયા ઇનામ

NSUI તથા યુવા કોંગ્રેસ અગ્રણીઓ ડો. રાજદીપસિંહ જાડેજા, નરેન્‍દ્ર સોલંકી, નીતિન ભંડેરી, આદિત્‍યસિંહ ગોહિલ, વૈશાલી સિંદે વગેરે પત્રકાર પરિષદ સંબોધતા નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧૦ : નિબંધ સ્‍પર્ધાના માધ્‍યમથી ભાજપનો ભ્રષ્‍ટાચાર ઉઘાડો પડશે.  સામાન્‍ય નાગરિક આજે કુસાશન અને ભ્રષ્ટાચાર સામે નિરાશ થયો છે. છેલ્લા અનેક મહિનાઓથી રાજકોટમાં દરરોજના અસંખ્‍ય જમીન કૌભાંડો, ભ્રષ્ટાચાર અને ગેરરીતીઓની ઢગલાબંધ ફરીયાદોથી સામાન્‍ય માણસ હવે કોની પાસેથી શું આપેક્ષા રાખવી તે અંગેની ગડમથલમાં ફસાયો છે. પોતાની આસપાસ કશું જ સારું બનતું નથી અને કહેવાતા રાજનેતાઓ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય તેમ નથી. એ સમજતા રાજકોટના નાગરિકોને ચારે તરફ અંધકાર નજરે પડી રહ્યો છે. ભ્રષ્ટાચાર સર્વવ્‍યાપ્ત બન્‍યો છે અને આ ભ્રષ્ટાચારના નકારાત્‍મક પરિણામો ટી.આર.પી. ગેઈમ ઝોન અને જમીન કૌભાંડ સ્‍વરૂપે સામે આવી રહ્યા છે. ત્‍યારે લોકોની આ સમસ્‍યાને શબ્‍દ સ્‍વરૂપે વાચા મળે તે હેતુથી રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા N.S.U.I. દ્વારા રાજકોટના નાગરિકો માટે ‘કુશાસન સામે શબ્‍દ કોશ' નામે આશ્ચર્યજનક નિબંધ સ્‍પર્ધાનું આયોજન થયું છે. આ સ્‍પર્ધામાં રાજકોટના કોઈપણ ભાઈ-બહેનો ભાગ લઈ શકશે તેમજ પ્રથમ વિજેતા બનનારને યુથ કોંગ્રેસ તથા N.S.U.I. દ્વારા રૂા. ૫૧,૦૦૦/- નું રોકડ ઈનામ એનાયત કરવામાં આવશે. તેમ પત્રકાર પરિષદમાં ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું.

સ્‍પર્ધાનો મુખ્‍ય હેતુ રાજકોટ મહાનગરપાલિકાના માઘ્‍યમથી સુશાસન પ્રસ્‍થાપિત થાય અને લોકો ભ્રષ્ટાચાર સામે પોતાના હક્ક અંગે જાગૃત બને તે છે. નિબંધ સ્‍પર્ધાની મુખ્‍ય થીમ રાજકોટ શહેરમાં સુશાસન પ્રસ્‍થાપિત કરવા માટે સુચનો આપવાનો છે. રૂા. ૫૧,૦૦૦/- ના પ્રથમ ઈનામ બાદ દ્વિતિય ક્રમે વિજેતા સ્‍પર્ધકને રૂા. ૨૧,૦૦૦/- તેમજ તૃતીય સ્‍પર્ધકને રૂા. ૧૧,૦૦૦/- નું ઈનામ આપવામાં આવશે. આ સ્‍પર્ધામાં ભાગ લેનાર તમામ સ્‍પર્ધકને રાજકોટ યુથ કોંગ્રેસ તથા N.S.U.I. દ્વારા પ્રોત્‍સાહન તરીકે પ્રમાણપત્ર એનાયત કરાશે.

ડો. જાડેજાએ કહ્યું હતું કે, રાજકોટના અનેક પ્રશ્નો છે જેમાં આયોજન અને બાંધકામ, ટાઉન પ્‍લાનીંગ, રોડ, ખાડે ગયેલી ગટર અને ડ્રેનેજ વ્‍યવસ્‍થા, વોર્ડવાઈઝ શાક માર્કેટનો અભાવ, રમતના મેદાનો, જાળવણીના અભાવે સુકાયેલા બગીચાઓ, વેરા વ્‍યવસ્‍થામાં મનમાની અને ભ્રષ્ટાચાર, ફુડ સ્‍ટ્રીટની અયોગ્‍ય વ્‍યવસ્‍થાના કારણે વધેલી ગંદકી, ફરવા લાયક સ્‍થળોની યોગ્‍ય માવજતનો અભાવ, અધકચરી તબીબ સુવિધાઓ અને હેલ્‍થ સેન્‍ટરો, મહાનગરપાલિકા હસ્‍તકની શાળાઓમાં ખાડે ગયેલી શિક્ષણ વ્‍યવસ્‍થા સહિતના અનેક પ્રશ્નનો રાજકોટવાસીઓ મુંજારો અનુભવે છે. જાહેર સ્‍થળો પર ફ્રિ પાર્કિંગ વ્‍યવસ્‍થાના નામે શુન્‍ય છે. વાહન વ્‍યવહાર અને ટ્રાફીક નિયમન એ શહેરીજનો માટે માથાનો દુખાવો સાબિત થઈ રહ્યો છે. આ તમામ પ્રશ્નોની પાછળ ભ્રષ્ટાચાર અને શાસકોની ઈચ્‍છા શક્‍તિનો અભાવ એ મૂળભૂત કારણો દેખાઈ રહ્યા છે. ત્‍યારે નિબંધ સ્‍પર્ધામાં ભાગ લેનાર સ્‍પર્ધક પોતાના નિબંધમાં રાજકોટ મહાનગરપાલિકા વિસ્‍તારમાં સુશાસનની સ્‍થાપના કેવી રીતે થઈ શકે તે અંગે પોતાના વિચારો વ્‍યક્‍ત કરી શકશે.

શહેરીજનોએ તા. ૧૦/૦૯/૨૦૨૪ થી તા. ૦૧/૧૦/૨૦૨૪ સુધીમાં પોતાનો નિબંધ એ-૪ સાઈઝના કોરા કાગળમાં એક તરફ કોમ્‍પ્‍યુટરાઈઝ કરાવીને (વધુમાં વધુ ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્‍દો સુધીમાં) ‘પીક પોઈન્‍ટ', ઓફીસ નં. ૩૦૨, ડો. યાજ્ઞીક રોડ, સ્‍વામિ વિવેકાનંદના સ્‍ટેચ્‍યુ સામે, રાજકોટ સરનામે (મો.નં. ૯૮૨૪૩ ૦૦૦૦૭, ૯૯૭૮૯ ૦૦૦૦૭) પહોંચાડવાનો રહેશે.

આ સ્‍પર્ધા માટે મળેલા નિબંધોને રાજકોટના તટસ્‍થ નિષ્‍ણાંતોની એક કમિટિ દ્વારા ચકાસવામાં આવશે તેમજ તેમાંથી વિજેતા સ્‍પર્ધકોની પસંદગી કરવામાં આવશે. વિજેતા સ્‍પર્ધકોને એક સમારોહમાં ઈનામ તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.

લોકો જેમ જેમ પોતાના હક્ક અને ફરજો અંગે જાગૃત બનતા જાય છે તેમ તેમ સ્‍વાભાવિક રીતે જ શાસકોએ પણ લોકોની સમસ્‍યાનો ત્‍વરિત ઉકેલ લાવવો જોઈએ. પરંતુ આ પ્રક્રિયા બીલકુલ ઉલટી ચાલી રહી છે. લોકોની જાગૃતિ સાથે તેમની સમસ્‍યાઓ બહેરા કાને અથડાઈ રહી છે અને અખબારોના પાના પર ભ્રષ્ટાચારે માઝા મુકી છે. ત્‍યારે શહેરીજનોનો આક્રોશ તેમજના જ શબ્‍દોમાં વ્‍યકત થાય તે હેતુથી યોજાઈ રહેલ આ નિબંધ સ્‍પર્ધાને સફળ બનાવવા માટે રાજકોટ શહેર યુથ કોંગ્રેસ તથા N.S.U.I. ના અગ્રેસરો સર્વશ્રી નીતિન ભંડેરી, નરેન્‍દ્ર સોલંકી (ગુજરાત N.S.U.I. પ્રદેશ પ્રમુખ), આદિત્‍યસિંહ ગોહીલ (ગુજરાત યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ), વૈશાલી શદિ (ગુજરાત ચેરમેન, શક્‍તિ સુપર શી - યુથ કોંગ્રેસ), હરપાલસિંહ જાડેજા (રાજકોટ શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ, અલ્‍પેશ સાધરીયા, રાજકોટ શહેર N.S.U.I. પ્રમુખ બ્રીજરાજસિંહ રાણા, રવી જીતીયા (ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ સેક્રેટરી), આર્યન કનેરીયા, અક્ષાંશ ગોસ્‍વામી, સોહીલ જરીયા, યજ્ઞેશ દવે, હિરલબા રાઠોડ, અંકિત સોંદરવા, પ્રદીપ ડોડીયા વિગેરેઓ આ પ્રેસ કોન્‍ફરમાં હાજર રહેલ હતા. આ પ્રેસ કોન્‍ફરન્‍સને ડો. રાજદીપસિંહ જાડેજાએ સંબોધી હતી

(2:39 PM IST)