તા. ૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 10th September 2024
ચીની લસણની ‘‘ઘુસણખોરી''નો વિરોધ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં હરરાજી ઠપ્પ
એક મહિનાથી જુદા-જુદા યાર્ડમાં લસણ આવતુ હોવાની ભારે ચર્ચા : ટુંકાગાળામાં કમાણી લેવા કેટલાક તત્વો સક્રિય થતા વેપારીઓમાં ભારે રોષ

રાજકોટ યાર્ડમાં લસણની હરરાજી ઠપ્પઃ ચીની લસણના વિરોધમાં રાજકોટ યાર્ડના લસણની હરરાજી બંધ કરી હતી તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)
રાજકોટ, તા. ૧૦ : ચીની લસણની ઘુસણખોરીનો રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના વેપારીઓ દ્વારા વિરોધ વ્યકત કરીને આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના યાર્ડમાં હરરાજી ઠપ્પ થઇ ગઇ છે.
લસણ બજારમાં ચર્ચાતી વિગતો પ્રમાણે એકાદ મહિનાથી ચીનનો માલ ભારતના અલગ અલગ શહેરોમાં આવે છે કેટલાકં યાર્ડમાં હરાજીમાં પણ વેચાણ થયું હતું. એકા અંદાજ પ્રમાણે નેપાળ સરહદેથી આશરે પ૦-૬૦ મોટી ગાડી ભરીને ભારતનાં વિવિધ શહેરોમાં મોકલાય છે. ચીનથી ૧પ૦૦ ડોલર પ્રતિ ટનના ભાવથી સોદો પડે છે અને ભારત કરતા કિલોએ રૂા. રપ-પ૦ સસ્તુ વેચાય છે એટલે મંગાવનારા વેચનારાને મલાઇ મળી રહી છે. જો કે આ પ્રકારની આયાત સરકાર કે તેના સંલગ્ન ખાતાઓનાં ધ્યાને આવી ન હોય એ બનવા જોગ નથી.
પ્રતિબંધિત હોવા છતાં દેશમાં આડેધડ ઘુસી રહેલા ચીનનાં લસણનો વ્યાપક વિરોધ વેપારીઓમાં ઉઠયો છે. છેલ્લા એકાદ મહિનાથી દેશભરની અલગ અલગ મંડીઓમાં આવી રહ્યું છે એનો લાંબા સમય બાદ વિરોધ કરવાનું નકકી થતા આવતીકાલ ૧૦ સપ્ટેમ્બર આખા દેશનાં લસણના વેપારીઓ કામકાજથી અળગા રહેશે. એમાં રાજકોટ યાર્ડમાં પણ લસણની હરરાજી નહીં થાય. તે સિવાય પણ કેટલાક યાર્ડમાં પણ લસણની હરરાજી નહીં થાય. એ સિવાય પણ કેટલાક યાર્ડના વેપારીઓએ બંધને સમર્થન આપ્યું છે.
(11:06 AM IST)










