તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 10th September 2024
હડાળાના ખેડુત ચતુરભાઇ ગઢીયા ઘરે ઢળી પડયાઃ હૃદય બેસી જવાથી મોત
પેટનો દુઃખાવો ઉપડયા બાદ ભવાનીનગરના મુકેશભાઇ ઢાપાનું મોતઃ બેભાન હાલતમાં રાધીકા સોસાયટીના હિરેનભાઇ ભટ્ટીએ દમ તોડયો

રાજકોટ તા. ૧૦: હાર્ટએટેકથી વધુ એક મૃત્યુ થયું છે. હડાળાના પ્રોૈઢ વહેલી સવારે ઘરે ઢળી પડતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ દમ તોડી દીધો હતો. અન્ય બે બનાવમાં પેટમાં દુઃખાવો ઉપડયા બાદ યુવાનનું અને બેભાન હાલતમાં અન્ય એક યુવાનનું મૃત્યુ થયું હતું.
મોરબી રોડ પર આવેલા હડાળાના વિજયનગરમાં રહેતાં ચતુરભાઇ નાથાભાઇ ગઢીયા (ઉ.વ.૫૩) સવારે પાંચ વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર દરમિયાન તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃતક ત્રણ ભાઇ અને ચાર બહેનમાં ચોથા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હતી. ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં.
બીજા બનાવમાં રામનાથપરા ભવાનીનગરમાં રહેતાં મુકેશભાઇ વિજયભાઇ ઢાપા (ઉ.વ.૪૨) ઘરે હતાં ત્યારે પેટમાં દુઃખાવો ઉપડતાં ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ આજે વેહલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મુકેશભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પોતે ઇમિટેશનનું કામ કરતાં હતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ હરિદ્વાર સોસાયટી-૧માં રહેતાં હિરેનભાઇ મહશેભાઇ ભટ્ટી (ઉ.વ.૩૬) નામના યુવાન સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ધર્મેન્દ્રભાઇ, કાનાભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ, બળુભાએ કુવાડવા, એ-ડિવીઝન અને આજીડેમ પોલીસને જાણ કરી હતી.
(11:05 AM IST)










