તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
અકિલા રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવના ફોર્મ વિતરણ
રઘુકુળ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાધુવાસવાણી રોડ ખાતે પારિવારીક માહોલમાં આયોજનઃ ખેલૈયાઓ વચ્ચે જામશે નવરાત્રીનો રંગ

રાજકોટ : સતત આઠમાં વર્ષે રઘુકુળ યુવા ગ્રૂપ દ્વારા લોહાણા સમાજ માટે તા. ૦૩/૧૦/૨૦૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી અકિલા- રઘુંવંશી બીટસ નવરાત્રી મહોત્સવ- ૨૦૨૪ નું ભવ્ય આયોજન કરાયુ છે.
આ મેગા આયોજનની વિશેષ માહિતી આપતા શ્રી રઘુકુળ યુવા ગ્રૂપના આયોજકો મિતેશભાઇ રૂપારેલીયા, હિરેનભાઇ તન્ના, રાજેશભાઇ જટણીયા, પારસભાઇ ઉનડકટ, નૈનેશભાઇ દાવડા, સાગરભાઇ તન્ના, નિરવભાઇ પાં. રઘુરાજ રૂપારેલીયા, જયદેવભાઇ રૂપારેલીયા, લાલેશભાઇ ઘીયા, સાગરભાઇ કકકડ ની ટીમ જણાવે છે કે આ મહોત્સવમાં હજારો ખેલૈયાઓની ઉપસ્થિતમાં મોકળાશથી તેમજ સંપૂર્ણપણે પારિવારીક, ગરીમાપૂર્ણ, મર્યાદા યુકત વાતાવરણમાં યોજાયેલ આ આયોજન એટલે રાજકોટનું એક એવું નવરાત્રી આયોજન કે જેમાં શ્રી રઘુકુળ યુવા ગ્રૂપના સર્વે હોદેદારો તેમજ હજારો ખેલૈયાઓ પરીવાર સાથે ે માં ઝુમશે મા આદ્યશકિતની આરાધના સોૈ સાથે મળી કરશે.
નવરાત્રીેર્ં મહોત્સવના દરમિયાન દરરોજ ફાઇનલમાં રોજેરોજના વિજેતા પ્રિન્સ તથા પ્રિન્સેસ નોનિર્ણય જાનદાર ખેલૈયાઓ વચ્ચેની સ્પર્ધા બાદ કરાશે કલાકારો, સીગર જીગ્નેશ સોની, નિતીન ગઢવી, દિપ્તી બાલાસરા, મેહુલ શીશીંગીયા અને જીલ એન્ટરટેઇનમેન્ટના, સંકલન સુનીલ પટેલ, તાલ પ્રદીપ પઢીયાર તથા સાથી ટીમ સહિતના સંગીતકાર એરેન્જના સથવારે લોકગીતો પર ભજન, રાસ પર આધારિત ભકિતપદોને સથવારે ઇન્ટરનેશનલ ફેઇમ કલાકારોના ગ્રૂપ સાથે ઓરકેસ્ટ્રા તેમજ એન્કરીંગ તેમજ ઢોલમાં ખાસ બહાર થી આવેલા કલાકારો ધૂમ મચાવશે. દરરોજ હજારો ખેલૈયાઓ ઝુમશે.
અકિલા-રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ- ૨૦૨૪ ના ફોર્મ વિતરણ શરૂ થઇ ગયેલ છે. ફોર્મ જમા કરાવવા માટે જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક સાંઇનગર કોમ્યુનીટી હોલની સામે (૯૩૨૭૭ ૦૬૭૦૭) કાર્યાલયે જ સંપર્ક કરવો. શ્રી રઘુકુળ યુવા ગ્રૂપ દ્વારા શારદીય નવરાત્રી દરમિયાન તા. ૦૩/૧૦/૨૦૨૪ થી તા. ૧૨/૧૦/૨૦૨૪ સુધી યોજાનાર અકિલા- રઘુવંશી બીટસ નવરાત્રી મહોત્સવ ના ફોર્મ (૧) જાનકી પ્રોપટીઝ, જગન્નાથ ચોક, કાલાવડ રોડ (૨) રઘુવંશી વડાપાંઉ, કરણસિંહજી રોડ, બાલાજી મંદિર સામે (૩) લાલી શીપ એન્ડ સ્માઇલ સોડાશોપ, રાજપેલેસ, સાધુ વાસવાણી રોડ, (૪) સંતોષ ડેરી ફાર્મ, ઇન્દિરા સર્કલ (૫) એચ.ડી. કલોથીગ યુનીક આર્કેડ, મીના બેન્કવેટ હોલ, આલાપ એવન્યુની સામે, પુષ્કરધામ મેઇન રોડ, જે.કે. ચોક (૬) અરૂણા સીલેકશન, નિર્મળા રોડ (૭) જલારામ પ્રાર્થના મંદિર, ભીલવાસ ચોક (૮) ધુબાકા શીંગ, રૈયા રોડ, (૯) માં કેન્ડી, રાજપેલેસની સામે, સાધુ વાસવાણી રોડ, (૧૦) એરટેલ શોપી, જાસલ કોમ્પલેક્ષ, નાણાવટી ચોક (૧૧) ગણેશ સોડા શોપ, જીનેસીસ હોસ્પિટલ પાસે, બાપા સીતારામ ચોક, રૈયા રોડ (૧૨) જલારામ ખમણ, બજરંગ ચોક, ગાંધીગ્રામ (૧૩) એકતા પ્રકાશન યુનિવર્સિટી રોડ, રાજકોટ (૧૪) કે.ડી. ડાન્સ એકેડમી, ૬- જંકશન પ્લોટ, (૧૫) જલારામ પ્રાર્થના મંદિર પંચશીલ સોસાયટી, ગોંડલ રોડ (૧૬) એલીઝા બ્યુટી સલુન, સવન સર્ફેશ કોમર્શીયલ, રૈયા રોડ (૧૭) શ્રી જલારામ ફરસાણ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાળી રોડ (૧૮) અંબીકા જનરલ સ્ટોર, ગોપાલનગર-૧ , ઢેબર રોડ, (૧૯) ઉમાવંશી દાબેલી, ગુણાીતતનગર ચોક, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાછળ (૨૦) અંબીકા ફરસાણા, કોટેચા ચોક (૨૧) દર્પણ મેચીંગ સેન્ટર, પંચાયત ચોક, રાજકોટ ખાતેથી મળશે ફોર્મ માટે મો. પર સંપર્ક કરવા તથા સમગ્ર આયોજન અંગેની વિશેષ માહિતી માટે મો. ૯૩૨૭૭ ૦૬૭૦૭ પર સંપર્ક કરવા શ્રી રઘુકુળ યુવા ગ્રૂપની યાદીમાં જણાવાયું છે. મો. ૯૦૨૩૩ ૭૩૭૩૬
(10:14 AM IST)










