તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 8th September 2024
એક મહિના પહેલા સુરતમાં પતિને છોડી રાજકોટમાં પ્રેમી સાથે રહેતી અનિતાનું ફાંસાથી મોતઃ પ્રેમીની પુછતાછ
ભગવતીપરામાં પ્રેમી દિપક નેપાળી સાથે રહેતી હતીઃ દિપકની પત્નિ પણ સાથે રહે છેઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમઃ અનિતાના મોતથી એક પુત્રી મા વિહોણીઃ અનિતાએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું પ્રેમીનું કથનઃ કારણ જાણવા તપાસ યથાવત

રાજકોટ તા. ૭: મુળ નેપાળની પરિણીતા એક મહિના પહેલા સુરતમાં પતિને છોડી રાજકોટ આવી પરણેલા પ્રેમી અને પ્રેમીની પત્નિ સાથે ભગવતીપરામાં રહેતી નેપાળી પરિણીતાનું ગળાફાંસાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઇ છે. તેણીએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું પ્રેમીએ કહેતાં પોલીસે તેની પુછતાછ હાથ ધરી છે. બીજી તરફ મોતનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ભગવતીપરા સમન્વય હાઇટ્સ જે વિંગ-૪૦૨માં ચોથા માળે રહેતી અનિતા દિપક ટમટા (ઉ.વ.૨૮) નામની નેપાળી પરિણીતાએ રાતે સાડા અગિયારેક વાગ્યે ઘરના રૂમમાં ગાળફાંસો ખાઇ લીધાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના ઇએમટી યાસીનભાઇએ તેણીને મૃત જાહેર કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમના ઇન્ચાર્જ વી. એસ. ચોૈહાણ, બીપીનભાઇ પટેલ સહિતે બી-ડિવીઝન પોલીસને નોંધ કરાવતાં પીએસઆઇ એમ. આઇ. શેખ, ધર્મેશભાઇ સહિતે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
પોલીસે તપાસ કરતાં એવી વિગતો સામે આવી હતી કે અનિતા તેના પ્રેમી દિપક ટમટા સાથે અહિ રહેતી હતી. દિપક સાથે તેની આગલી પત્નિ અને બે સંતાન પણ રહે છે. દિપક પ્રાઇવેટ નોકરી કરે છે. મૃત્યુ પામનાર અનિતાનો પતિ સુરત રહે છે, તેને પણ એક દિકરી છે. એક મહિના પહેલા અનિતાને દિપક સુરતથી ભગાડી આવ્યો હતો. બંને નેપાળમાં હતાં ત્યારથી જ પ્રેમ હતો. અનિતાએ જાતે ગળાફાંસો ખાઇ લીધાનું દિપક અને તેની પત્નિએ પોલીસને કહ્યું હતું. પોલીસે ખરેખર શું બન્યું? તે જાણવા અને મોતનું કારણ જાણવા તપાસ યથાવત રાખી છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ વધુ વિગતો ખુલશે. તેના આગલા પતિને પણ બનાવની જાણ કરવા તજવીજ કરવામાં આવી હતી.
(10:14 AM IST)










