<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th September 2024

સાંજે રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનની એજીએમ

પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્‍દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિત ટોચના પદાધિકારી, અધિકારીઓની ઉપસ્‍થિતિ : ગુજરાતના ટોચના બિલ્‍ડર્સ રાજકોટમાં

રાજકોટ, તા. ૬ : આજે રાજકોટ ખાતે સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ટોચના બિલ્‍ડર્સો આવ્‍યા છે. આજે સાંજે પ્રદેશ ભાજપ પ્રમુખ અને કેન્‍દ્રીય કેબીનેટ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્‍થિતિમાં રાજકોટ બિલ્‍ડર્સ એસોસીએશનની સાધારણ સભા મળી રહી છે.

રાજકોટ બિલ્‍ડર એસોસીએશનના ઉપક્રમે રેજન્‍સી લગુન રીસોર્ટ, કાલાવડ રોડ ખાતે સાધારણ સભા મળી રહી છે. જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, કચ્‍છ સહિતના ટોચના બિલ્‍ડર એસોસીએશનના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. 

આજની સાધારણ સભામાં કેન્‍દ્રીય મંત્રી શ્રી સી.આર. પાટીલ, રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, રાજયસભાના સભ્‍ય રામભાઈ મોકરીયા, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, મ્‍યુનિસિપલ કમિશ્નર દેવાંગ દેસાઈ, પોલીસ કમિશ્નર શ્રી બ્રિજેશકુમાર ઝા, રેન્‍જ આઇજી અશોકકુમાર યાદવ, ધારાસભ્‍ય જયેશભાઈ રાદડીયા, રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, એડીશ્નલ કલેકટર ચેતનભાઇ ગાંધી, મેયર નયનાબેન પેઢડીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહીલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ ઉપસ્‍થિત રહેશે. એજીએમને સફળ બનાવવા પ્રમુખ પરેશભાઈ ગજેરાના નેતૃત્‍વમાં તૈયારીનો ધમધમાટ ચાલી રહ્યો છે.

(4:10 PM IST)