તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Saturday, 31st August 2024
રાજકોટની રોજગાર કચેરીમાં ભરતી મેળોઃ ૬ માતબર કંપનીઓ દ્વારા વિવિધ જગ્યા માટે ઇન્ટરવ્યુ લેવાયા..

રાજકોટઃ શહેરની બહુમાળી કચેરીમાં બેસતી રોજગાર કચેરી ખાતે રોજગાર અધીકારશ્રી ચેતન દવેના માર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યા-કેટેગરી માટે ભરતી મેળો યોજી ઇન્ટરવ્યુ લેવાયા હતા. જેમાં બહેનો માટે રમકડા પેકીંગ, જૂનિયર ઇજનેર, આઇટીઆઇ મશીનીસ્ટ-ટર્નર, ફીટર, કયુસી ઇન્સ્પેકટર-ટર્નર-વેલ્ડર, ફીલ્ડ એન્જીનીયર-ટેકનીકલ સ્ટાફ જેવી જગ્યા માટે ૬ વિખ્યાત કંપનીઓ અદિતિ ટોયઝ, હાઇ કોન ટેકનોકાસ્ટ, રવી ટેકનોફોર્જ, રીધ્ધી ડીસ્પ્લે, યુનિવર્સલ ટેકનો કાસ્ટ, જીટીપીએલ હેથવે દ્વારા ઇન્ટરવ્યુ લેવાયેલ, પગાર ધોરણ ૧ર હજારથી ર૦ હજાર સુધીના રખાયા છે, પાંચ કંપનીમાં ફકત જેન્ટસ ઉમેદવારોને જ બોલાવાયેલ. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:16 PM IST)










