તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
ઝાડા-ઉલ્ટી થયા બાદ ધોરણ-૬ની વિદ્યાર્થીની વીરાનું મોત
સત્ય સાઇ રોડ પર મારૂતિ ચોકમાં રહેતાં બેરા પરિવારે લાડકવાયી ગુમાવતાં અરેરાટી

રાજકોટ તા. ૩૦: શહેરના રેલનગરમાં ગઇકાલે એક યુવાનનું તાવથી મોત થયું હતું. દરમિયાન આજે ધોરણ-૬માં ભણતી એક વિદ્યાર્થીનીનું ઝાડા ઉલ્ટી થયા બાદ મોત થતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
જાણવા મળ્યા મુજબ સત્ય સાઇ રોડ પર મારૂતી ચોકમાં રહેતાં હિતેષભાઇ બેરાની દિકરી વીરા (ઉ.વ.૧૦)ને ઝાડા ઉલટી થઇ જતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાઇ હતી. ત્યાંથી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ અહિ તેણીને તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના કેતનભાઇ, બળુભા, કાનાભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, ભાવેશભાઇ સહિતે તાલુકા પોલીસને જાણ કરી હતી. બાળા બે બહેનમાં નાની હતી.
(4:38 PM IST)










