<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

રવિવારે સુમધુર ગીતોનો નિઃશુલ્ક કાર્યક્રમ

ગાયકો સંજય પંડયા, રાજેશ પંડયા, સુનિલ શાહ, અશ્વિની મહેતા, જીગીશાબેન રાવલઃ સંગીત પ્રેમીઓએ પાસ મેળવી લેવા

રાજકોટ : સમસ્ત બ્રહ્મસમાજ તથા બ્રહ્મસંગમ દ્વારા આયોજીત સુર સપ્તક ગ્રુપ રાજકોટ દ્વારા કરાઓકે સુમધુર ગીતોનો કાર્યક્રમ તા. ૧-૯- ના હેમુ ગઢવી હોલ, ટાગોર રોડ, ખાતે સુરમયી સંધ્યાનો રાત્રે ૯ થી ૧ર કલાકે યોજવામાં આવેલ છે. જેમાં સૂર સપ્તક ગ્રુપના કલાકારો સર્વ શ્રી સંજયભાઇ પંડયા (એસ.પી. બાલાસુબ્રમણ્યમ) રાજેશભાઇ પંડયા (મુકેશજી) સુનિલભાઇ શાહ (હેમંતકુમારજી) અશ્વનીબેન મહેતા (લતાજી), જીગીશાબેન રાવલના અવાજના મધુર ગીતોથી તથા દીપકભાઇ જોષી પોતાના મધુર અવાજથી આસુરમય સંધ્યા સંચાલન કરી સુમધુર બનાવશે.

આ કાર્યક્રમ નિઃશુલ્ક હોય પરંતુ એન્ટ્રી પાસ ફરજીયાત લાવવાનો રહેશે. એન્ટ્રી પાસ ફ્રી મેળવવા માટે સુનિલભાઇ શાહ (મો. ૯૮ર૪ર ૧૦પ૧પ), દર્શિતાભાઇ જાની મુરલીધર સ્કુલ (મો. ૯૮૭૯૦ ૦૯૩૯ર), રાજેશભાઇ પંડયા (મો. ૯૪ર૮ર પ૬૪૩૩) નો સંપર્ક કરીને મેળવી લેવા યાદીમાં જણાવાયું છે.

(4:36 PM IST)