News of Friday, 30th August 2024
લોકમેળો કે રેસકોર્સની બજારઃ સસ્તા ભાવે રમકડા-બૂટ-ચપલ-કટલેરી-અન્ય વસ્તુઓ લઇ લેવા રાજકોટવાસીઓ ઉમટી પડયાઃ જબરી ભીડ

રાજકોટઃ બેફામ વરસાદને કારણે આ વખતે લોકમેળો કેન્સલ થયો...પરંતુ આ રાજકોટ છે, મેળામાં જવું એટલ઼ે જવું...અમારા તસ્વીરકાર સંદીપ બગથરીયાએ કલીક કરેલી આજની તસ્વીરો રાજકોટની રંગીલી પ્રજાની સાબીતી આપે છે, ભલે કચરાના ગંજ હોય, કાદવ કીચડ-ગંદકી હોય પણ શનિવારી બજારની જેમ સવારે ૧૧ વાગ્યે રેસકોર્સ બજાર મેળાના મેદાનમાં જોવા મળી હતી, બહારથી આવનાર રમકડા-કટલેરી-બૂટ-ચપલ-અન્ય ઘર ઉપયોગી ચીજ વસ્તુના સ્ટોલ નાખનાર વેપારીઓ ધંધો થયો ન હોય, મેળો કેન્સલ થવા છતાં ૩૦ થી પ૦ ટકાના ડીસ્કાઉન્ટે વસ્તુઓ વેચી નાખવા અડીંગો જમાવીને બેઠા છે, અને રાજકોટની પ્રજા ગઇકાલ બાદ આજે પણ સસ્તા ભાવે રમકડા તથા અન્ય વસ્તુઓ લઇ લેવા ઉમટી પડી હતી, અંદાજે ૧પ થી ર૦ હજાર લોકો ઉમટી પડયા હતા, તસ્વીર આવું જ કહી જાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:44 PM IST)










