તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
શહેરમાં તીનપતિ રમતા ૨૮ ઝડપાયા
બી-ડીવીઝન પોલીસે ૧૧, થોરાળા અને આજીડેમ પોલીસે ૧૨ અને યુનિવર્સિટી પોલીસે ૫ને પકડયાઃ રૂા.૭૧ હજારની મતા કબ્જે

રાજકોટ તા.૩૦: શહેરના અલગ-અલગ ચાર સ્થળે પોલીસે બાતમીના આધારે ત્રણ મકાન અને જાહેરમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ૨૮ શખ્સોને પકડી લઇ કાર્યવાહી કરી હતી.
મળતી વિગત મુજબ ભગવતીપરા સુખસાગર સોસાયટીમાં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બી-ડીવીઝન પોલીસ મથકના હેડકોન્સ. એમ.એમ. મલેક તથા કોન્સ.જગદીશભાઇ વાંકને બાતમી મળતા પી.આઇ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ ભગવતીપરા સુખસાગર શેરી નં.૬માં આવેલા મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક રોહિત કીરીટભાઇ સોઢા, શેરી નં.૩ના પ્રતાપ છગનભાઇ લૈયા, શેરી નં.૬ના હિરેન કિશોરભાઇ વાઢેર, શેરી નં.૧ના હાર્દિક જાદવભાઇ વાડોદરા, શેરી નં.૬ના મિલન કિશનભાઇ કબીરા, શેરી નં.૪ના મયુર ભુપતભાઇ ચોૈહાણ, શેરી નં.૬ના કનુ રમેશભાઇ નૈયા, શેરી નં.૬ અમીત કિશોરભાઇ વાઢેર, શેરી નં૧ના વિશાલ જાદવભાઇ વાડોદરા, શેરી નં.પના મયુર અનીલભાઇ પરમાર અને શેરી નં.૬ના આકાશ પ્રકાશભાઇ પરમારને પકડી લઇ રૂા.૨૦,૧૫૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી. આ કામગીરી પી.આઇ. એસ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડકોન્સ. રાજેશભાઇ વાળા, એમ.એમ. મલેક, ક્રિપાલસિંહ, વિશ્વજીતસિંહ, પોપટભાઇ, જગદીશભાઇ તથા ભાનુશંકરભાઇ દ્વારા કરવામાં આવી હતી.
જયારે બીજા દરોડામાં પીએસઆઇ એચ.ટી. જીંજાળા તથા હેડકોન્સ. જયદિપસિંહ જાડેજા સહિતે બાતમીના આધારે દુધસાગર રોડ શીવાજીનગર શેરી નં.પમાં મકાનમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા મકાનમાલીક સંજય ભરતભાઇ બારૈયા તથા રિધ્ધી સિધ્ધી સોસાયટી શેરી નં.૪નાં જયદીપ મુકેશભાઇ વશનાણી, શીવાજીનગર શેરી નં.રના શિવમ દેવજીભાઇ શીયાળ, લાખાજીરાજ સોસાયટી શેરી નં.૩ના મોઇન મુસ્તાકભાઇ ગામેતી, શ્રમજીવી સોસાયટી શેરી નં.પના શાહરૂખ મોહમંદભાઇ માજોઠી અને શીવાજીનગર શેરીનં.૧૫ના અસ્લમ અલીભાઇ પઠાણને પકડી લઇ રૂા.૨૩,૫૩૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી શિવાજીનગર શેરી નં.૭ના સન્ની જેસીંગભાઇ ધામેચાની શોધખોળ હાથધરી છે.
જયારે ત્રીજા દરોડામાં આજીડેમ પોલીસ મથકના પી.એસ.આઇ. એ.જે. પરમાર અને કોન્સ.દેવાભાઇ ધરજીયા સહિતના સ્ટાફે સ્વાતીપાર્કમાં અક્ષરાતીત એપાર્ટમેન્ટમાં મહિલાના ફલેટમાં દરોડો પાડી ફલેટમાલીક હંસાબેન ડાયાભાઇ ડાવેરા, હંસરાજનગર નીલેશ મનહરભાઇ ભાસ્કર, કોઠારીયા સોલવન્ટ રસુલપરા શેરી નં.૨૪નાં ઉમર અલ્લારખાભાઇ બ્લોચ, શેરી નં.૩ના સુલેમાન અલીભાઇ સમા, શેરી નં.૧૮ના રહીમ ઓસમાણભાઇ મીર અને મવડી ચોકડી કાવીયા પેલેશ ફલેટ નં.૪૦૨ના ભાવનાબેન ઇલેશભાઇ ગોહેલને પકડી લઇ રૂા.૧૪,૮૦૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
જયારે ચોથા દરોડામાં યુનિવર્સિટી પોલસ મથકના હેડકોન્સ.રઘુવીરસિંહ વાળા, કોન્સ. ગોપાલસિંહ જાડેજાને બાતમી મળતા રૈયાધાર મહાકાળી મંદિરવાળી શેરી સામે મફતીયાપરામાં દરોડો પાડી જાહેરમાં તીનપતી જુગાર રમતા કમલેશ ચનાભાઇ પરમા, જુનેદ કમાલભાઇ રોસ, કાનજી નારણભાઇ બોડાણા, ટંકારાના રવજી વાસુભાઇ ચોૈહાણ અને રૈયાધાર ઝુપડામાં રહેતા રવી લક્ષ્મણભાઇ બોડાણાને પકડી લઇ રૂા.૧૩૫૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી હતી.
(3:17 PM IST)










