<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

મેડીકલ-ડેન્‍ટલમાં પ૮૯૩ બેઠકોમાં વિદ્યાર્થીઓને ચોઇસ ફીલીંગના આધારે પ્રવેશ ફાળવાયો

તા.પ સપ્‍ટે. સુધી ફી ભરી પ્રવેશ કન્‍ફર્મ કરાવી શકાશેઃ મેરીટમાં રર૮૬ર છાત્રો પરંતુ ૧૭૦ર૬ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્‍ડમાં ભાગ લીધો

રાજકોટ, તા., ૩૦ : ગુજરાત રાજયની મેડીકલ કોલેજમાં મેડીકલ અને ડેન્‍ટલના પ્રથમ તબક્કાના રાઉન્‍ડમાં ૬૯પ૮ બેઠકો ઉપર પ્રવેશ ફાળવાયો છે.

ધો.૧ર પછી મેડીકલ ડેન્‍ટલમાં પ્રવેશ માટે પ્રથમ રાઉન્‍ડમાં વિદ્યાર્થીઓએ આપેલી ચોઇસના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવી છે. મેડીકલની કુલ ૬પ૭૩ બેઠકોમાંથી  મેનેજમેન્‍ કવોટાની બેઠક બાદ કરતા પ૮૯૩  બેઠકો ઉપર પ્રવેશ ફાળવાયો છે. તેવી જ રીતે ડેન્‍ટલમાં ૧૦૬પ બેઠકો ઉપર વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવવામાં આવ્‍યો છે. મેડીકલની ૫૮૯૩ અને ડેન્‍ટલની ૧૦૬૫ બેઠકોમાં પ્રવેશ ફાળવેલ વિદ્યાર્થીઓને તા.પ  સપ્‍ટેમ્‍બર સુધીમાં ફી ભરીને પ્રવેશ કન્‍ફર્મ કરાવી શકાશે. ગુજરાતમાં મેરીટમાં કુલ ૨૨૮૬૨ વિદ્યાર્થીઓમાંથી ૧૭૦૨૬ વિદ્યાર્થીઓએ પ્રથમ રાઉન્‍ડમાં ભાગ લીધો હતો. મેડીકલ-ડેન્‍ટલમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને તા.રપ થી તા. ર૯ મી સુધી ચોઇસ ફીલીંગ માટે સુચના આપવામાં આવ્‍યા બાદ મેરીટના આધારે કોલેજની ફાળવણી કરવામાં આવી છે

(2:45 PM IST)