તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 30th August 2024
રાજકોટમાં કોલેરા ફેલાતો અટકાવવા કલેકટર દ્વારા જાહેરનામું: અનેક પ્રતિબંધાત્મક આદેશો

રાજકોટ તા. ૩૦: રાજકોટ શહેરમાં કોલેરાના સંભવિત રોગચાળાને ફેલાતો અટકાવવા રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટ પ્રભવ જોષીએ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી રાજકોટ શહેરના કોલેરાગ્રસ્ત / કોલેરા ભયગ્રસ્ત વિસ્તારો ખોડીયારનગર, પુનીતનગર પાસે, વાવડી પાસેના વિસ્તાર તથા આજુબાજુના ૨ કિલોમીટરના વિસ્તારમાં કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીની નિમણુક કરવામાં આવી છે. ઉપરાંત, નીચે મુજબ પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાં આવ્યા છે.
બરફ અંગે
- બરફના કારખાનેદારોએ બરફ બનાવવા માટે પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે.
- ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહીં.
પાણી અંગે
- પાણી મેળવવા માટે નળ કનેકશનના સ્થળે ખાડા ખોદીને પાણી મેળવવામાં, પાણી દુષિત થવાની શકયતા રહેલી હોવાથી ખાડા ખોદી પાણી ન મેળવવું.
- શહેરના તમામ મકાનોમાં આવેલા ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. અને પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.
ખાદ્યપદાર્થો અંગે
- ખાદ્ય પદાર્થના ધંધાર્થી અને વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા.
- શાકભાજી / ફળફળાદિના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરીને વેચાણ ન કરવું.
- શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ / ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા.
- ખાણીપીણીની વસ્તુઓ વેચતા, હરતા-ફરતા કે સ્થાયી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન ઙ્કવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી ખાદ્યપદાર્થ ફરજીયાત ઢાંકી રાખવા તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા.
- બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેચાણની મનાઈ છે.
- શેરડીનો રસ, બરફના ગોલાનું વેચાણ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે.
- વાસી ખોરાક ઉપયોગમાં ન લેવો.
- જમતા પહેલા સાબુથી હાથ ધોવા.
કોલેરાગ્રસ્ત વિસ્તારના તમામ પ્રાઈવેટ દવાખાના, લેબોરેટરીમાં નોંધાતા કોલેરાના કેસની માહિતી દરરોજ રાજકોટ મહાગરપાલિકાના આરોગ્ય અધિકારીને આપવાની રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે. (૨૨.૨૮)
(2:22 PM IST)










