<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th August 2024

કાંગશીયાળી ક્રિષ્‍ના રેસીડેન્‍સીની સામે બીમારીથી અજાણ્‍યા યુવાનનું મોત

યુવાનના જમણા હાથમાં જયસુખ' અને ડાબા-હાથની કલાઇ પર અંગ્રેજીમાં ‘એચ' ત્રોફાવેલ છેઃ વાલીની શોધ

રાજકોટ તા. ૩૦: લોધીકાના કાંગશીયાળીના સીમમાં ક્રિષ્‍ના રેસીડેન્‍સી ની સામે એક અજાણ્‍યા યુવાનનું બીમારીના કારણે મોત નિપજયું છે

મળતી વિગત મુજબ કાંગશીયાળીની સીમમાં આવેલા ક્રિષ્‍ના રેસીડેન્‍સીની સામે રોડની સાઇડમાં આશરે ૩૦ વર્ષનો અજાણ્‍યો યુવાન બીમારીના લીધે બેભાન હાલતમાં પડયો હોવાની કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ ની ટીમે તપાસ કરતા યુવાનનું મૃત્‍યુ નિપજયું હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી જાણ થતા શાપર-વેરાવળ ના પી.આઇ.આર.કે.ગોહિલ,હેડ કોન્‍સ એન.એમ.રોજાસરા સહિતે સ્‍થળપર પહોંચી યુવાનના મૃતદેહનો પીએમ માટે હોસ્‍પિટલ ખસેડી તેના વાલીવારસની શોધખોળ હાથધરી છે. મૃતક યુવાને બ્‍લુકલરનો લીટીવાળો શર્ટ અને બ્‍લુ પેન્‍ટ પહેરેલ છે. તેના ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમા઼ એમ અને જમણા હાથમાં જયસુખ ત્રોફાવેલ છે. જો કોઇ આ યુવાનના સગા સંબંધી હોય તો શાપર-વેરાવળ પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦૨૮૨૭-૨૫૩૬૦૦, ૬૩૫૯૬ ૨૫૭૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

 

(1:32 PM IST)