News of Tuesday, 27th August 2024
રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને કારણે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં આવતીકાલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે
- જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે

રાજકોટ:ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા કરાયેલી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને કારણે રાજકોટ જિલ્લામાં આવતીકાલે તા.૨૮/૦૮/૨૦૨૪ ના રોજ જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રહેશે, તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદીમાં જણાવાયું છે.
(7:31 PM IST)










