તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th August 2024
જૂગારની મોસમ ખીલીઃ કુવાડવા, બી-ડિવીઝન, ભક્તિનગર અને ડીસીબીના ૪ દરોડામાં ૨૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

રાજકોટઃ જન્માષ્ટમી તહેવારની રજામાં જૂગાર રસીકો પટમાં આવી ગયા હતાં. પોલીસે તેમના રંગમાં ભંગ પાડયો હતો. જૂગારના ચાર સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતાં, જેમાં કુલ ૨૭ પકડાયા હતાંઉ કુવાડવા પોલીસે કુવાડવા ગામમાં જાહેરમાં જુગટુ ખેલતાં ૬ને, ભક્તિનગર પોલીસે ૬ને, બી-ડિવીઝન પોલીસે મહિલા સહિત ૮ને અને ડીસીબીની ટીમે ૭ને પકડી લીધા હતાં.
કુવાડવા ગામ બલદેવ પેટ્રોલ પંપ પાછળ ભગવતી સેન્ટીંગના ડેલા પાસે જાહેરમાં જૂગાર રમવા બેઠેલા દિલીપ કાનજીભાઇ ઢોલરીયા (કુવાડવા), ગોવિંદ જેરામભાઇ ઢોલરીાય (કુવાડવા), વલ્લભ વસ્તાભાઇ હાપલીયા (કુવાડવા), ગોૈતમ દેવરાજભાઇ ઢોલરીયા (કુવાડવા), બાબુ દેવરાજભાઇ ઢોલરીયા (કુવાડવા) અને વશરામ માવજીભાઇ બાવળીયા (કુવાડવા)ને કુવાડવા પીઆઇ બી.પી. રજયાની રાહબરીમાં પીએસઆઇ વરૂ, એએસઆઇ ખોડુભા જાડેજા, અરવિંદભાઇ મકવાણા, ભાવેશભાઇ એમ. મકવાણા, કુશલકુમાર જોષી સહિતના સ્ટાફે પડકી લઇ રૂા. ૧૨૧૭૦ની રોકડ કબ્જે કરી હતી.
બીજા દરોડામાં આનંદનગર આવાસ યોજના ક્વાર્ટર ગાયત્રીનગર મંદિરની સામેની ખુલ્લી જગ્યામાં જાહેરમાં જૂગાર રમવા બેઠેલા નિલેષ મનહરલાલ પાટડીયા, સંજય કનુભાઇ લોઢીયા, આફતાબ ઇમ્તીયાઝભાઇ રાધાણી, ધવલ રાજેશભાઇ રાઠોડ, સોહિલ ઇકબાલભાઇ પરમાર અને સમીર ઉર્ફ સલીયો આમદભાઇ જુણેજાને ભક્તિનગર પીઆઇ મયુરધ્વજસિંહ એમ. સરવૈયાની રાહબરીમાં પીએસઆઇ વસાવા, દિલીપભાઇ બોરીચા, વિશાલભાઇ દવે સહિતની ટીમે પકડી લઇ રૂા. ૩૮૦૦ કબ્જે લીધા હતાં.
ત્રીજા દરોડામાં પાંજરાપોળ શાળા નં. ૧૩ની બાજુમાં ભરવાડ શેરીમાં રહેતાં જયેન્દ્ર કરસનભાઇ રાજદેવ નામની વ્યક્તિ પોતાના ઘરમાં માણસો ભેગા કરી જૂગાર રમાડતાં હોવાની બાતમી મળતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એમ. જાડેજાની રાહબરીમાં વી. એમ. બેરડીયા, જયેશભાઇ રાઠોડ સહિતે દરોડો પાડી ઘરધણી જયેન્દ્ર તેમજ આબીદ હનીફભાઇ શાહમદાર, આમીન હનીફભાઇ શાહમદાર, મનીષ ચંપકલાલ પૂજારા, જયદિપ વિજયભાઇ દેવડા, ધવલ કિશોરભાઇ વાઢેર, ધ્રુવ જયેન્દ્રભાઇ રાજદેવ અને રત્નાબેન જયેન્દ્રભાઇ રાજદેવને જૂગાર રમતાં પકડી લઇ રૂા. ૧૨૪૦૦ની રોકડ કબ્જે કરવામાં આવી હતી.
ચોથા દરોડામાં જીવરાજ પાર્ક સિધ્ધી પ્રાઇમ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૧૦૪માં રહેતો કિશન અનિલભાઇ હરણેસા મમાણસો ભેગા કરી જૂગાર રમાડતો હોવાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચ પીઆઇ એમ. આર. ગોંડલીયાની રાહબરીમાં રાજેશભાઇ જળુ, અશોકભાઇ ડાંગર સહિતે દરોડો પાડી કિશન તેમજ વિપુલ જલાભાઇ મિયાત્રા, જગદીશ બાવજીભાઇ કનેરીયા, રિયાઝ ઓસમાણભાઇ ડાલી, ઘનશ્યામ જેન્તીભાઇ મકવાણા, ઓશક ગોવિંદભાઇ દવે અને નટવરલાલ શાંતિલાલ દાસાણી (રહે. બધા રાજકોટ)ને પકડી લઇ ગંજીપાના અને રોકડા રૂા. ૪૬૪૬૦ કબ્જે લીધા હતાં.
વિશ્વનગર આવાસ ક્વાર્ટરમાં ૩ વર્ષના જયનું પાણીના ટાંકામાં પડી જતાં મોત
રાજકોટઃ મવડી પ્લોટ વિશ્વનગર આવાસ યોજના ક્વાર્ટર ખીજડાવાળા રોડ પર રહેતાં વિપુલભાઇ બગથરીયાનો ૩ વર્ષનો પુત્ર જય રાતે પોણા દસેક વાગ્યે ઘરના ફળીયામાં રમતો રમતો પાણી ભરેલા ટાંકામાં પડી જતાં બેભાન હાલતમાં બહાર કાઢી ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરાયો હતો. પરંતુ અહિ સારવાર કારગત ન નીવડતાં આ માસુમનું મોત થયું હતું. બનાવની જાણ થતાં માલવીયાનગરના એએસઆઇ કે. યુ. વાળાએ કાર્યવાહી કરી હતી. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
(10:54 AM IST)










