<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

આનંદો...આનંદો... : રાજકોટ 'ધરોહર' લોકમેળામાં રાઈડ ફિટિંગ માટે પોલીસ કમિશનરની સંચાલકોને મંજૂરી : ફિટિંગ માટે ધડાધડ કામગીરી ચાલુ થઈ : હવે શું હાઇકોર્ટ પણ આપશે મંજૂરી?

કાલે ફિટનેસ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે : રાઈડ સંચાલક દસરથસિંહ વાળાએ 'અકિલા'ને જણાવ્યું જે ફોર્મ ભરાવનું હતું એ ભરી આપતા પોલીસ સ્ટેશનથી ફિટિંગની મંજૂરી મળી : રાજકોટ કલેકટરે અકિલા ને જણાવેલ કે 'અમે કોઈ મંજૂરી આપી નથી, પોલીસ તંત્ર મંજૂરી આપી શકે'

રાજકોટ : રાજકોટ 'ધરોહર' લોકમેળા રાઈડ્સ સંચાલકોને રાઈડ્સના ફિટિંગ કામ કરવા માટે પોલીસે મંજૂરી આપી દીધી છે સંચાલકોને મંજૂરી મળતા રાઈડની ફિટિંગ કામગીરી ધડાધડ શરૂ થઇ છે. અલબત્ત 27મી તારીખે હાઈકોર્ટની વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી રાઈડ્સ ચાલુ થવાની શક્યતા નહિવત હોવાનું મનાય છે. આ સાથે લોકોમાં એકજ વેટ ની ચર્ચા થઈ રહી છે કે હવે શું હાઇકોર્ટ પણ મંજૂરી આપશે ખરા?

રાજકોટમાં ખાનગી મેળા તથા રેસકોર્સના લોકમેળામાં રાઈડ્સ સંચાલકોને રાઈડ્સના ફિટિંગ કામ કરવા માટે આખરે પોલીસે મંજૂરી આપી હોવાનુ હોવાનું જાણવા મળે છે. યાંત્રિક વિભાગ ચકાસણી કાર્ય બાદ આગળની કાર્યવાહી કરાશે તેમ પણ જાણવા મળી રહ્યું છે.

જો કે 27મી તારીખે હાઈકોર્ટની વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી રાઈડ્સ ચાલુ થવાની શક્યતા નહિવત છતાં લોકોની લાગણીને ધ્યાનમાં રાખી કદાચ સરકાર તરફથી કોઈ રજુઆત કરવામાં આવી શકે છે તેમ મનાય રહ્યું છે.

આવતીકાલે ફિટનેસ રાઈડ્સ ના સર્ટિફિકેટ સંચાલકો એ રજૂ કરવા પડશે. જો કે હાઇકોર્ટ માં ૨૭ મી એ સુનાવણી હોય, તે અંગ3 પણ તંત્ર દ્વારા વિચારણા કરાઈ રહી છે.

એક રાઈડના માલિક દશરથસિંહ વાળા એ અકિલા ને જણાવેલ કે 'અમે સાંજે જે ફોર્મ ભરવાનું હતું તે રજૂ કર્યું છે, બાદમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન થી અમને ફિટિંગ માટે મંજૂરી મળી છે'

દરમિયાન રાજકોટ કલેકટરે અકિલા ને જણાવેલ કે 'અમે કોઈ મંજૂરી આપી નથી. આ લોકો ને રાઈડ નું ફિટિંગ કામ બાકી હતું તે અગે સંભવત પોલીસ તંત્રે મંજૂરી આપી હોય શકે. વિસ્તૃત વિગતો રાજકોટ ના ડીસીપી જ આપી શકશે'

(12:10 AM IST)