તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
હત્યાની કોશિષના ગુનામાં એક માસથી ફરાર અભિષેક ઉર્ફ અભલો પકડાયો
માલવીયાનગર પીઆઇ જે. આર. દેસાઇ અને ટીમે હેડકોન્સ. અજયભાઇ વિકમા, કોન્સ. ભાવેશભાઇ ગઢવીની બાતમી પરથી શોધી કાઢ્યો

રાજકોટ તા. ૨૪: એક મહિના પહેલા માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિષનો ગુનો દાખલ થયો હતો. આ બનાવમાં સતત ફરાર શખ્સને પકડી લેવાયો છે.
નાસતા ફરતાં આરોપીઓને શોધી કાઢવાની સુચના અંતર્ગત ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. અજયભાઇ વિકમા અને કોન્સ. ભાવેશભાઇ ગઢવીને બાતમી મળતાં અભિષેક ઉર્ફ અભલો બાડો દિલીપભાઇ વાળા (ઉ.વ.૨૧-રહે. પંચશીલનગર-૨, સતીમા વાળી શેરી, કણકોટ મેઇન રોડ મવડી)ને પકડી લેવાયો હતો. હત્યાની કોશિષના ગુનામાં તે એક મહિનાથી ફરાર હતો. અગાઉ પણ તે ફરજમાં રૂકાવટના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો હતો.
ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. જે. ચોૈધરીની સુચના અંતર્ગત પીઆઇ જે. આર. દેસાઇ, પીએસઆઇ એસ. એ. સિન્ધી, હેડકોન્સ. દિપકભાઇ રાઠોડ, મહેશભાઇ રૂદાતલા, અજયભાઇ વિકમા, જયદેવસિંહ પરમાર, દિનેશભાઇ બગડા, કોન્સ. હરસુરભાઇ સબાડ, ભાવેશભાઇ ગઢવી, મયુરદાન બાટી, જયદિપસિંહ ભટ્ટીએ આ કામગીરી કરી હતી.
(3:43 PM IST)










