<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

કાલાવડ રોડ પર રૂડાએ ૧૬ દુકાનો વેચવા કાઢી

પરિશ્રમ સોસાયટીમાં કોમર્શિયલ-૨ કોમ્પલેક્ષમાં ૦૫.૫ ચો.મી.ની ૧૪.૨૯ ચો.મી. દુકાનની ૧૦ સપ્ટેમ્બરે હરરાજી : વધુ માહિતી માટે કચેરીનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૪ : શહેરી વિકાસ સતામંડળ દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ પરિશ્રમ કો.ઓપરેટીવ હાઉસિંગ સર્વિસ સોસાયટી,ઙ્ગસંસ્કૃતિઙ્ગપાર્ટી પ્લોટ, ઇસ્કોન મંદિર પાછળ,ઙ્ગકાલાવડ રોડ, મુંજકા, રાજકોટ ખાતે નિર્માણધિન ૬૪ઙ્ગઙ્ગદુકાનોઙ્ગપૈકી કોમર્શીયલ-૨ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરની ૧૬ દુકાનો (૧૧ દુકાન + ૫ સ્ટોલ)ની જાહેર હરરાજી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ યોજાશે.

આ દુકાનોનોઙ્ગકારપેટ એરીયા ૦૫.૦૫ ચો.મી થી લઇ ૧૪.૨૯ ચો.મી સુધીનો છે. આ દુકાનો માટે અત્રેની કચેરી દ્રારાઙ્ગજાહેર હરરાજીઙ્ગતા.૧૦ સપ્ટે.ના સવારે ૧૦ કલાકે સાઈટ પર રાખવામાં આવેલ છે.ઙ્ગઆ જાહેર હરરાજીમાં ભાગ લેવા માટે નાગરિકો દ્વારા તા.૯ સપ્ટે.નાં રોજ સમય ૩ વાગ્યા સુધીમાં ડી.ડી. અથવા ચેક અત્રેની કચેરીએ જમા કરાવી જાહેર હરરાજીમાં ભાગ લઇ શકશે. જાહેર હરરાજીની શરતો અને બોલીઓ અત્રેની કચેરીની વેબ સાઈટ www.rajkotuda.com પર જોવા મળશે

(4:13 PM IST)