<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

૪ ધામ-૧ર જયોતિર્લીંગની દંડવત યાત્રાએ નિકળેલા યુવા પથીક મૂની સ્વામીનું રાજકોટમાં આગમનઃ ૧૦ દિ' રોકાશે

ડુંગરેશ્વર મહાદેવ ઢાંકથી પ્રસ્થાન કરેલું: સૌરાષ્ટ્રમાં ૬૦૦ કિ.મી. પૂર્ણઃ સમગ્ર યાત્રા ૧પ વર્ષે પૂર્ણ થશે

રાજકોટ તા. ર૪: મધ્ય પ્રદેશના યુવા પથીક મુની (અવધેશ સ્વામી) દંડવત કરતા કરતા ૪ ધામ અને ૧ર જયોતિર્લીંગની યાત્રાએ નિકળ્યા છે. હાલ રાજકોટ આવી પહોંચ્યા છે અને ૧૦ દિવસના રોકાણ બાદ આગળ યાત્રા ધપાવશે.

તેમનો પુર્વ પરિચય જોઇએ તો મધ્ય પ્રદેશના પહાડી વિસ્તાર પન્ના જિલ્લાના નિવાસી અવધેશકુમાર સીંગરોલ ૧રમા ધોરણમાં અભ્યાસ કરતી વેળાએ માત્ર ૧૬ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી ઉત્તર પ્રદેશ પ્રયાગરાજ પાસે પોતાના ગુરુજીની સેવા કરવા પહોંચી જાય છ.ે બાદમાં પ્રયાગરાજમાં આયોજીત કુંભમેળા દરમ્યાન પોતાના ડોકટર પિતા-માતા અને એકસ આર્મીમેન મોટા ભાઇ-ભાભી અને બહેનની હાજરીમાં ૧૭ વર્ષની ઉંમરે ગુરુદેવ શ્રી ઠાકુરદાસજી દ્વારા સન્યાસીની દિક્ષા ગ્રહણ કરી પથિક મુની બની જાય છે.

ત્યારબાદ ભારતના તમામ મુખ્ય યાત્રાધામોની યાત્રા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ર૦૧૬માં મા નર્મદા મૈયાની પ્રદક્ષિણા પ્રથમ વખત પગપાળા કરતા ૩ વર્ષનો સમય નર્મદા મૈયાની ગોદમાં રહ્યા બાદ વર્ષ ર૦૧૯ માં વિશ્વની સૌથી પવિત્ર કૈલાસ માન સરોવર યાત્રા રાજકોટથી ડો. યશવંત ગોસ્વામી સાથે કરી.

કોરોના મહામારીનાં સમયમાં ગુજરાતમાં નર્મદા કિનારે પસાર કરી માં નર્મદાની સાયકલ દ્વારા બીજીવાર પ્રદક્ષિણા પ૧ દિવસમાં પૂર્ણ કરી. ર૦રરમાં પંચકૈલાસ યાત્રા અંતર્ગત સૌથી વધુ કઠિન કિન્નર કૈલાસની સાથે શ્રીખંડ કૈલાસ, આદિ કૈલાસ, મણી મહેશ સહિત પંચ કૈલાસની પગપાળા યાત્રા કરી આવી યાત્રા દરમિયાન તેમો 'ઁ નમઃ શિવાય'નો જાપ અને બપોરે એક જ ટાઇમ ભોજન કરે છે.

જાન્યુઆરી ર૦ર૩માં ઉપલેટા તાલુકાના ઢાંક ગામમાં ડુંગરેશ્વર મહાદેવ મંદિરમાં સતત ૧ ર્વા દેવાધિદેવ મહાદેવની પૂજા-પાઠ ભકિત અને સાધના કરી. એ ૧ર જયોતિર્લીંગમાં સૌથી પ્રથમ સોમનાથ જયોતિર્લીંગનાં દર્શ નકરવાનો સંપર્ક ડુંગરેશ્વર મહાદેવના સાંનિધ્યમાં સાકાર કરવાની તક મળી. આમ પ્રેરણા કૈલાસ માન સરોવરની યાત્રા દરમ્યાન થઇ અને સંકલ્પને સાકાર કરવાની શરૂઆત સૌરાષ્ટ્રમાંથી થઇ. ત્યારે એમની ઉંમર ૩૪ વર્ષની હતી. સ્વામીજી જણાવે છે કે લગભગ પ૦ વર્ષની ઉંમરે ૧ર જયોતિર્લીંગ-૪ ધામની યાત્રા પૂર્ણ થશે. એટલે આ દંડવત યાત્રાને ૧પ વર્ષ લાગશે. માતા-પિતા મહાદેવ અને ગુરુના આશિર્વાદ લઇ ઢાંકાના ડુંગરેશ્વર મહાદેવ મંદિરેથી શરદપૂર્ણિમાના શુભ દિને તા. ર૮ ઓકટો. ર૦ર૩ના રોજ દંડવત યાત્રાનો પ્રારંભ કર્યો.

ઢાંકથી ૧૩૦ કિ.મી. દૂર સોમનાથ મહાદેવ પ્રથમ જયોતિર્લીંગ ર મહિના બાદ સોમનાથ શર્દન કરી ત્યાંથી દ્વારકા ર૩૦ કિ.મી. પ્રસ્થાન કરી વચ્ચે ખીમેશ્વર મહાદેવ કુછડી પોરબંદર ૪૧ દિવસ પંચધુની સાધના કરી સોમનાથથી દ્વારકા પ મહિના બાદ રણછોડરાયના દર્શન બાદ નાગેશ્વર જયોતિર્લીંગના દર્શન બાદ મહાકાલેશ્વર જયોતિર્લીંગ દર્શન માટે નીકળી વર્તમાનમાં રાજકોટ પહોંચ્યા છે.

એમની યાત્રા આશરે દશ હજાર કિ.મી.ની છે. વહેલી સવારે દંડવત યાત્રા શરૂ કરી દરરોજ ૩ કિ.મી. યાત્રા થાય ે. જેમાં ૬ કલાકનો સમય લાગે છે.

તસ્વીરમાં ''અકિલા'' ખાતે પોતાની દંડવત યાત્રાની વિગતો વર્ણવતા પથીક મુની અને બાજુમાં ડો. યશવંત ગોસ્વામી (મો. ૯૪ર૭૪ ૯પ૧૭પ) નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:21 PM IST)