<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

ગુરૂકુલમાં ઘનશ્યામ મહારાજની દિવ્ય શોભાયાત્રા : બ્રહ્મસત્ર પ્રારંભ

રાજકોટ સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બ્રહ્મસત્રના પ્રારંભ નિમિત્તે આજે સવારે સંતોના સાનિધ્યમાં ભગવાનની શોભાયાત્રા નીકળેલ તે પ્રસંગની તસ્વીર

રાજકોટ, તા.૨૪: સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે ૬૨માં બ્રહ્મસત્રનું વડીલ સંતો અને હરિભકતો દ્વારા ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું. સૌપ્રથમ ઘનશ્યામ મહારાજની દિવ્ય શોભાયાત્રા નીકળી.  એમાં સૌપ્રથમ આગળ ધ્વજ ધારી યુવાનો આગેવાની કરી. ત્યારબાદ ગામઠી  પહેરવેશમાં  યુવાનોએ રાસની રમઝટ બોલાવી. ઘનશ્યામ મહારાજની પાલખી સંતો દ્વારા લેવામાં આવી હતી. એક સમાન સફેદ આત્મીય ડ્રેસમાં કરતાલ રાસ સાથે હરિભકતો જોડાયા. અને બાદમાં સંખ્યાયોગી બહેનો અને મહિલાઓ પોથીયાત્રામાં જોડાયા. પોથી યાત્રા બાદ ઠાકોરજીનું પૂજન કરવામાં આવ્યું અને ત્યારબાદ યજમાનો દ્વારા પોથીજીની અને ઘનશ્યામ મહારાજ ની આરતી ઉતારવામાં આવી. શ્રી હરિલીલા કલ્પતરું  કથા પારાયણનો પ્રારંભ શાસ્ત્રી શ્રી નીલકંઠ સ્વામી દ્વારા કરવામાં આવ્યો છે. વચનામૃત વિવેચન અને બપોર પછીના સેશનમાં ભકતચિંતામણી ચિંતન ઉપર પૂજ્ય જ્ઞાનસ્વરૂપ સ્વામી લાભ આપશે. દરરોજ ૯ વાગ્યાનો રાત્રી પ્રોગ્રામમાં  સંપ્રદાયિક અને આધ્યાત્મિક પ્રશ્નો ઉપર રસપ્રદ કહુટ ગેમ્સનું બધા ભકતો ભાગ લઈ શકે તેવું આયોજન કરવામાં આવેલું છે. બ્રહ્મસત્ર તા.૨૩ થી ૨૪ સુધી યોજાયેલ છે.

(3:16 PM IST)