તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
લોકમેળામાં જામશે ડાયરાની રંગત

બિહારીદાન ગઢવી, સાંઇરામ દવે, રાજભા ગઢવી સહિતના કલાકારો ત્રણ દિવસ શ્રોતાઓને ડોલાવશે
રાજકોટ તા. ૨૪ : ‘ધરોહર લોકમેળા'નો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે મેળામાં પધારેલા શ્રોતાઓને ડાયરાની રંગત પણ સાથોસાથ માણવા મળે તે માટે વહીવટી તંત્ર દ્વારા ત્રિદિવસીય ડાયરાનું પણ આયોજન કરાયું છે.
જેમાં જાણીતા કલાકારો ભજન અને હાસ્ય રસ પીરસશે. તા. ૨૫ ના રોજ અલ્પાબેન પટેલ, બિહારીદાન ગઢવી, તા. ૨૬ ઓગસ્ટના રોજ રાજભા ગઢવી અને તા. ૨૭ ઓગસ્ટના રોજ સાઈરામ દવે શ્રોતાઓને ડાયરાની મોજ કરાવશે. રાજકોટની ઉત્સવપ્રેમી જનતાને આ કલાકારોની કલાનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
(3:11 PM IST)










