તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
રાઘવજીભાઇના હસ્તે આજે ગ્રાહક બચાવ સ્ટોલનું ઉદઘાટન કરશે

રાજકોટ : જન્માષ્ટમી લોકમેળામાં શ્રીમતી રમાબેન માવાણી તથા શ્રી દિપાબેન કોરાટના ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા ર૦ વર્ષથી ગ્રાહક બચાવ સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષના ધરોહર જન્માષ્ટમી લોકમેળામાં પણ ગ્રાહક બચાવ સ્ટોલનું આયોજન કરવામાં આવેલ છે. મેળાનો પ્રારંભ આજે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે કરી રહયા છે.
ગ્રાહક બચાવ સ્ટોલ દ્વારા મેળાના મુલાકાતીને સર્વે પ્રકારે સલામતી આપવાનું આધુનિક આયોજન કરવામાંઆવેલ છે. મેળામાં વેચાતા ખાદ્યપદાર્થો ગુણવતાયુકત અને શુધ્ધ હોવા સંબંધે ફુડ સેફટી ઓન વ્હીલ (ફુડ ટેસ્ટીંગ વાહન) ઉપસ્થિત રહેશે. મહિલા અને બાળ સલામતી માટે યુવતિઓની સેવા ઉપલબ્ધ રહેશે. માઇક દ્વારા સતત માર્ગદર્શન અપાતું રહેશે.
ગ્રાહક બચાવ સ્ટોલ સ્થળ સ્ટોલ નં. ૧ સ્વૈચ્છીક સંસ્થાઓ માટેના સ્ટોલ્સ, મુખ્ય સ્ટેજની સામે મોબાઇલ : ૯૪ર૬ર ૦૧૬૧૧, ૭૦૧૬૧ ૩૧૮૭ર, ૮ર૦૦ર ૮૧૧૭૧૭, ૯૮૯૮૩ ૯૮૦૩પ, ૮ર૦૦૮ ૬૬૧૦પ, ૯૩૭૬૩ ૮૦૮૮૮ ઉપર સંપર્ક કરી શકશો તેમ એક યાદીમાં જણાવાયું છે.
(3:09 PM IST)










