તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
અનેક સ્ટોલ માલીકોનો આર્તનાદઃ સરકારને હાથ જોડી કહ્યું જો રાઇડસ શરૂ નહિ થાય તો ર હજાર પરિવારો બેરોજગાર થશે
ગુજરાતમાં બીજીવાર અમે ધંધો કરતા પહેલા વિચારીશું : રાઇડ વિના મેળો સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન : પત્નીના દાગીના ગીરવે મુકી તથા વ્યાજે પૈસા લઇ રાજકોટના લોકમેળામાં વેપાર કરવા આવ્યા છીએ

રાજકોટ, તા. ર૪ : આજે સાંજ થી ધરોહર લોકમેળો શરૂ થઇ રહ્યો છે, દબદબાભેર ઉદ્્ઘાટન થશે, પરંતુ-૩૧ જેટલી મોટી રાઇડો શરૂ કરવાની એસઓપીનું પાલન નહિ કરાતા કલેકટર-પોલીસ તંત્ર-માર્ગમકાન -યાંત્રિક વિભાગે મનાઇ ફરમાવી દીધી છે.
પરિણામે અનેક રાઇડમાલીકો અને અન્ય સ્ટોલ માલીકોએ આજે અમુક ચેનલો તથા અન્ય પત્રકારો સામે આર્તનાદ વ્યકત કર્યો હતો, કહ્યું હતું કે સરકારને બે હાથ જોડી વિનંતી છે, જો રાઇડસ શરૂ નહિ થાય તો ર હજાર પરિવારો બેરોજગાર થઇ જશે, અમે પત્નીના દાગીના -વ્યાજે પૈસા લઇને રાજકોટના લોકમેળામાં વેપાર કરવા આવ્યા છીએ, તંત્ર કાંઇક નિર્ણય લ્યે તે જરૂરી છે.
અત્રે એ નોંધનીય છે કે લોકમેળામાં કુલ ર૩પ સ્ટોલ ધારકો છે, તેમાંથી ૪૦ ટકા સ્ટોલ માલીકો યુપી-રાજસ્થાન-બિહાર-દિલ્હીથી ધંધો કરવા આવ્યા છે, આ લોકોએ ટીકા કરતા જણાવેલ કે તંત્ર કોઇ નિર્ણય નહી લ્યે તો ગુજરાતમાં બીજીવાર અમે ધંધો કરતા પહેલા વિચારીશું, રાઇડવીના મેળોએ સોનાની થાળીમાં લોઢાની મેખ સમાન છે.
(2:57 PM IST)










