<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

SBIના નિવૃત્ત કર્મચારી ગૃપ દ્વારા આ વર્ષે પણ રાહત ભાવે ફરસાણ-મીઠાઇનું વિતરણ

રાજકોટ :  સ્‍ટેટ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા ના નિવળત્ત કર્મચારીઓના એક ગ્રુપ દ્વારા સાતમ આઠમ ના તહેવાર પ્રસંગે ગરીબ કુટુંબો માટે રાહત દરે ફક્‍ત ૧૦૦ રૂપિયા માં ૫૦૦ ગ્રામ મીઠાઈ તેમજ ૧ કિલો ૨ જાતના ફરસાણ નું વિતરણ હનુમાન મઢી ચોક રામજી મંદિર ખાતેથી કરવામાં આવેલ, લગભગ ૮૦૦ લોકોએ આનો લાભ લીધેલ.આ ઉમદા કાર્ય માટે બેંકના નિવળત્ત કર્મચારી દિગેશ માંકડ.જયેશ શેઠ.અશ્વિન ત્રિવેદી.શૈલેષ શાહ.ઉમેશ પાઉં.જયેશ મદાણી. ચૌહાણભાઈ, લિંબડભાઈ ગોપાલ વાગડીયા, રમણીક સરવૈયા તેમજ અન્‍ય મિત્રો સાથે રહેલ.આ માનવીય કાર્યમા સિનિયર સીટીઝન ક્રિકેટર અરૂણ દવેએ પણ ખરા હૃદયથી સેવા આપેલ.

(2:57 PM IST)