<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

સમસ્‍યાઓમાંથી ઉગરવાનું શ્રીકૃષ્‍ણ પાસેથી શીખીએ, સૌને જન્‍માષ્‍ટમીની શુભેચ્‍છાઃ મુકેશ દોશી

કાલે નરેન્‍દ્રભાઇનો ‘‘મન કી બાત'' કાર્યક્રમ માણવા અપીલ

રાજકોટ, તા. ર૪:  શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ શહેરીજનોને જન્‍માષ્‍ટમી પર્વની શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે શ્રી કૃષ્‍ણ જે વિષ્‍ણુના અવતાર છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્‍ણ પક્ષ) એટલે કે શ્રી કૃષ્‍ણના જન્‍મદિવસને જન્‍માષ્‍ટમી તરીકે ઉજવાય છે.

પિતા વાસુદેવના આઠમાં સંતાન શ્રી કૃષ્‍ણનો જન્‍મ મથુરાના કારાવાસમાં રાત્રે ૧ર વાગ્‍યે થયો હતો અને જન્‍મથી જ મામા કંસ તરફથી તેને મારી નાખવાના કાવાદા થયા હતા, પોતાના જીવનકાળ દરમ્‍યાન અનેક સમસ્‍યાઓથી ઘેરાયેલા શ્રીકૃષ્‍ણે હસતા મુખે અનિષ્‍ટકારક તત્‍વોનો વિનાશ કર્યો હતો અને ખરા અર્થમાં એક લોકનાયક તરીકે પ્રસ્‍થાપિત થયા હતા.

શીખ લેવાની છે. તેમ શહેરીજનોને શુભેચ્‍છા પાઠવતા આગેવાનોએ યાદીમાં જણાવેલ છે.

આવતીકાલે તા. રપ ના ઓગષ્‍ટ રવિવારના સવારે ૧૧ કલાકે નરેન્‍દ્રભાઇ મોદી દ્વારા ‘મન કી બાત' નો કાર્યક્રમમાં દેશવાસીઓ સાથે જોડાશે. આ કાર્યક્રમનું ડી.ડી. ચેનલ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવે છે. તમામ બુથમાં ‘મન કી બાત' કાર્યક્રમ નિહાળવામાં આવશે. આ કાર્યક્રમમાં શહેર ભાજપની તમામ શ્રેણીના કાર્યકર્તાઓને જોડાવા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વીન મોલીયા, ડો. માધવ દવે, વિરેન્‍દ્રસિંહ ઝાલાએ જાહેર અનુરોધ કરેલ છે.

(2:57 PM IST)