તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 24th August 2024
ધ્રોલમાં રવિવારે ૩૩મો ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ
ઘોડેસવારી સ્પર્ધા, તલવારબાજી સ્પર્ધા ભૂચરમોરી મહાયુધ્ધના ઇતિહાસને દર્શાવતો ડોકયુમેન્ટ્રી, સન્માન સમારોહ, રાઇફલ શુટીંગ ટ્રેનિંગ સેન્ટરનું ઉદ્્ઘાટન, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ હોલનું ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો

રાજકોટ : અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને ભૂચર મોરી શહીદ શ્રધ્ધાંજલી સમારોહ-ર૦ર૪ તા. રપ રવિવારે સવારે ૧૦ થી શ્રી ભુચરમોરી શહિદ સ્મારક, ધ્રોલ જી. જામનગર ખાતે યોજાયેલ છે.
કાર્યક્રમોની વિગત આ મુજબ છે. સવારે ૮ થી ૧૦ સુધી ઘોડેસવારી સ્પર્ધા અને તલવારબાજી સ્પર્ધા, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સિલ્વર મેડલ ધો. ૧૦ અને ધો. ૧ર માં રાજપૂત સમાજના વિદ્યાર્થીઓમાં પ્રબથમ સ્થાન મેળવનારને દર વર્ષે એનાયત થાય છે તેનું વિતરણ, શ્રી ભૂચર મોરી હોર્સ રાઇડીંગ સ્કુલનું ઉદ્્ઘાટન, શ્રી ભૂચર મોરી રાઇફલ શુટીંગ કલબનું ઉદ્્ઘાટન, ભૂચરમોરી મહા યુધ્ધના ઇતિહાસને દર્શાવતી ડોકયુમેન્ટરી, કોઇપણ ખેડૂત જમીન વેચે નહીં એવો સામુહિક સંકલ્પ લેવલ, પરિવારમાં કોઇપણ વ્યકિત દારૂ કે બીજા વ્યસનોથી સંપૂર્ણ દૂર રહે એવો સામુહિક સંકલ્પ લેવો અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ હોલનું ભૂમિ પૂજન.
સભારંભના અધ્યક્ષ રાજકુમારશ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા, ચરેમેન (દેવ સોલ્ટ પ્રા. લિ.) મુખ્ય મેહમાન મહંતશ્રી નારાયણ ગુરૂજી મહારાજ શ્રી દૂધેશ્વર સિદ્ધ પીઠ, ગાઝિયાબાદ, દિલ્હી, વિશેષ અતિથી શ્રી મેઘરાજ સિંહ શેખાવત (રોયલ), બીઝનેસમેન, જયપુર, રાજસ્થાન.
શ્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા (હકુભા), પુર્વ મંત્રી, જામનગર, અતિથી વિશેષ શ્રી વિનોદ સિંહ રાઠોડ, સરાણી ઉદ્યોગપતિ અને દાતા શ્રી પી ટી જાડેજા, આંતરરાષ્ટ્રીય અધ્યક્ષમાં મૂળ ગામ હડમતીયા હાલ રાજકોટ ઉદ્યોગપતિ માનશ્રી બળવંતસિંહ ગોહિલ, હાલઃ અમેરીકા મૂળ વતન કોસબા, વિરમદેવસિંહ સરવૈયા. ઉદ્યોગપતિ બાવળા, અમદાવાદ, શ્રી વીજયરાજ સિંહ જાડેજા, ઉદ્યોગપતિ, અમદાવાદ. મૂળ વતનઃ ભોપલકા. માત્ર શ્રી મેરુસિંહજી ચૌહાણ, નવી મુંબઈ. ઉદ્યોગપતિ મૂળ વતનઃચારણકા, વાવ, બનાસકાંઠા શ્રી રામસિંહજી ભદોરીયા, ઉદ્યોગપતિશ્રી, અમદાવાદ. મૂળ વતન ફતેપુર, ઉ.પ્ર. ડો. જયેન્દ્રસિંહ જાડેજા, મેનેજિંગ ટ્રસ્ટી, અખિલ ગુ, રાજ, યુવા સંઘ. માક્ષ શ્રી કરતાર સિંધ ચૌહાણ, ચાર્ટર્ડ અકાઉંટેંટ, નવી દિલ્લી શ્રી મનોજ સિંઘ ચૌહાણ, બિજનેસ મેન, દિલ્લી શ્રી પ્રદ્યુમન સિંહ જાડેજા, પ્રમુખશ્રી, રાજપૂત છાત્રાલય, ધ્રોલ. શ્રી પથુભા જાડેજા, પ્રમુખશ્રી, ધ્રોલ-ભાયાત રાજપૂત સમાજ. શ્રી દિપક સિંહ ઝાલા, પ્રદેશ અધ્યક્ષ શ્રી દશરથબા પરમાર, મહિલા અધ્યક્ષ અ.ગુ.રા.યુ. સંઘ ઉપસ્થિત રહેશે.
આયોજનને સફળ બનાવવા નીરૂભા ઝાલા મોટા રામપર, ભૂચર મોરી કાર્યક્રમના કન્વીનર, રાજેન્દ્રસિંહ જાડેજા, વાગુદડ ચેરમેન સ્થાનીક વ્યવસ્થા સમિતિ, નીરૂભા જાડેજા, કન્વીનર સહદેવસિંહ જાડેજા, સણોસરા ઘોડેસવારી સ્પર્ધા કન્વીનર, કિશોરસિંહ જેઠવા તલવાર બાજી સ્પર્ધા કન્વીનર આ ઉપરાંત અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ અને મહિલા સંઘ તેમજ યુવા પાંખના તમામ હોદેદારો - ધ્રોલના જહેમત ઉઠાવી રહ્યાન છે.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી પી. ટી. જાડેજા (હડમતીયા જં.) આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત સંઘ, શ્રી કિશોરસિંહ જેઠવા (પાંડાવદર), જીલ્લા પ્રમુખ રાજકોટ અ. ગુ. રા. યુવા સંઘ, શ્રી કિરીટસિંહ જાડેજા (મોટા ભેલા), પૂર્વ શહેર પ્રમુખ રાજકોટ અ. ગુ. રા. યુવા સંઘ, શ્રી પથુભા જાડેજા (ખોખરી) શહેર પ્રમુખ અ. ગુ. રા. યુવા સંઘ, શ્રી નિર્મળસિંહ ઝાલા (નેકનામ) મહામંત્રી રાજકોટ જીલ્લા, શ્રી અક્ષિતસિંહજી જાડેજા (હડમતીયા જં.) સલાહકાર પ્રદેશ, શ્રી હિતેન્દ્રસિંહ ઝાલા (કોઠારીયા જડેશ્વર) રાજકોટ જીલ્લા યુવા પ્રમુખ, શ્રી કનકસિંહ ઝાલા (બલાળા) મહામંત્રી શ્રી બલભદ્રસિંહ જાડેજા (પડવલા) ઉપપ્રમુખ શ્રી જયપાલસિંહ જાડેજા (કોટડા નાયાણી) સહમંત્રી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(11:53 AM IST)










