<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

રૈયાધારના ગોૈરીબેન પરમારનું હૃદય બેસી જવાથી મૃત્‍યુ

બેભાન હાલતમાં નંદનવનના ચંદુભાઇ મિયાત્રા અને રસુલપરાના દેવનારાયણભાઇ રામના મૃત્‍યુ

રાજકોટ તા. ૨૪: રૈયાધાર ઇન્‍દીરાનગરમાં રહેતાં ગોૈરીબેન મોહનભાઇ પરમાર (ઉ.વ.૪૫) સાંજે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગોૈરીબેનને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પતિ છુટક મજૂરી કરે છે. તેઓ બિમાર હતાં એ દરમિયાન ગત સાંજે હાર્ટએટેક આવી ગયાનું સ્‍વજને જણાવ્‍યું હતું.

બીજા બનાવમાં ભગવતીપરા નંદનવન સોસાયટી-૧૧માં રહેતાં ચંદુભાઇ વીરાભાઇ મિયાત્રા (ઉ.વ.૫૨) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી.

ત્રીજા બનાવમાં કોઠારીયા સોલવન્‍ટ રસુલપરામામાં બજરંગ સોસાયટી-૨માં રહેતાં  દેવનારાયણ શિવદયાળ રામ (ઉ.વ.૫૦) ઘરે બેભાન થઇ જતાં સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ તબિબે મૃત જાહેર કરતાં સ્‍વજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ, કેતનભાઇ, ભાવેશભાઇ, ધર્મેન્‍દ્રભાઇ, બળુભા, તોૈફિકભાઇ સહિતે ત્રણેય બનાવમા઼ યુનિવર્સિટી પોલીસ, બી-ડિવીઝન અને તાલુકા પોલીસને જાણ કરી હતી.

(11:52 AM IST)