તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
રાજકોટમાં લોકમેળાની તૈયારીઓને તંત્રે અટકાવી: હાઇકોર્ટમાં પીટીશન દાખલ થતા કામગીરી બંધ

રાજકોટના લોકમેળાને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા વહિવટી તંત્ર દ્રારા લોકમેળાની કામગીરીને અટકાવવામાં આવી છે. હાઇકોર્ટમાં પિટીશન દાખલ થતા મેળાની કામગીરી અટકાવવામાં આવી છે. જ્યાં સુધી હાઇકોર્ટનો નિર્દેશ ના આવે ત્યાં સુધી રાઇડ્સ સંચાલકોને કામગીરી ના કરવા તંત્રે આદેશ કર્યો છે.
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસનો સ્ટાફ રેસકોર્ષ ખાતે પહોંચીને લોકમેળાની તૈયારીની કામગીરી બંધ કરાવી દેવામાં આવી છે. રાઇડ્સ સંચાલકોએ હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરીને SOPમાં છુટછાટ આપવાની માંગ કરી છે.
(8:28 PM IST)










