<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

સુવર્ણભૂમિ સોસાયટી દ્વારા કોલકતાના સ્‍વ. મહિલા તબીબને અશ્રુભરી શ્રધ્‍ધાંજલી

હૃદયની વેદના, સંવેદના, અપાર દુઃખ સાથે વિશાળ સંખ્‍યામાં સભ્‍યોની હાજરી

રાજકોટ તા. રર :.. કોલકતા ખાતે આવેલ આર. જી. કર મેડીકલ કોલેજ એન્‍ડ હોસ્‍પિટલના આશાસ્‍પદ ઇન્‍ટર્ન મહિલા તબીબ સાથે થયેલ અતિ ક્રુર અત્‍યાચારે સમગ્ર દેશને હચમચાવી દીધો છે. અત્‍યાચારને કારણે દુઃખદ અવસાન પામેલ સ્‍વ. મહિલા તબીબને શ્રધ્‍ધાંજલી પાઠવવા રાજકોટ ખાતેના  સુવર્ણભૂમિ ચોક, સ્‍પીડવેલ પાર્ટી પ્‍લોટ સામે આવેલ સુવર્ણભૂમિ સોસાયટીના ડોકટર્સ ગ્રુપ, કારોબારી સભ્‍યો તથા સમગ્ર સુવર્ણભૂમિ પરિવાર દ્વારા શ્રધ્‍ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં સ્‍વ. ઇન્‍ટર્ન મહિલા તબીબને મીણબતી પ્રગટાવીને તથા મોબાઇલ  ટોર્ચના માધ્‍યમથી બે મિનિટના મૌન સાથે ભાવભરી શ્રધ્‍ધાંજલી પાઠવવામાં આવી હતી. સુવર્ણભૂમિ ડોકટર્સ ગ્રુપને સહયોગી બનવા આ શ્રધ્‍ધાંજલી સભામાં રાજકોટના અગ્રણી ડોકટર્સ ડો. ચેતનભાઇ લાલસેતા, ડો. મયંકભાઇ ઠકકર, ડો. મિલીબેન ભટ્ટ, ડો. તુલસીબેન ડાભી વિગેરે જોડાયા હતાં. અને તમામે પોતાના વકતવ્‍યમાં ભારે હૃદયે  ભારત દેશની આશાસ્‍પદ દિકરી સ્‍વ. ઇન્‍ટર્ન મહિલા તબીબને શ્રધ્‍ધાંજલી પાઠવી હતી. શ્રધ્‍ધાંજલી દરમ્‍યાન વિશાળ સંખ્‍યામાં હાજર રહેલ તમામ લોકોની આંખો રીતસર ભીની થઇ ગઇ હતી. સ્‍વ. મહિલા તબીબ સાથે થયેલ અતિ જંગાલિયત ભર્યુ કૃત્‍ય ભવિષ્‍યમાં ભારતની કોઇપણ દિકરી સાથે ન થાય તેવી સ્‍થિતિનું નિર્માણ થાય તે અત્‍યંત જરૂરી હોવાનો મત સૌ કોઇએ વ્‍યકત કર્યો હતો. સ્‍વ. ઇન્‍ટર્ન મહિલા તબીબના આત્‍માને શાંતિ મળે તે માટે સોસાયટીના નાના-મોટા સૌ કોઇ સભ્‍યોએ ઇશ્વર  પાસે પ્રાર્થના કરી હતી. હૃદયની વેદના, સંવેદના, અપાર દુઃખ સૌકોઇના ચહેરા ઉપર જોવા મળતા હતાં.

 વિશાળ શ્રધ્‍ધાંજલી સભામાં સુવર્ણભૂમિ સોસાયટીના પ્રમુખશ્રી મનીષભાઇ ઠકકર, બંને ઉપપ્રમુખોશ્રી વિનોદભાઇ ધીંગાણી અને મનસુખભાઇ મારવાણીયા, મંત્રીશ્રી મિલનભાઇ ધ્રાંગધ્રરીયા, ખજાનચી શ્રી સમીરભાઇ પાંભર, સહમંત્રીશ્રી ધર્મેન્‍દ્રભાઇ તન્‍ના, સહખજાનચી શ્રી આશીષભાઇ દોશી, સુવર્ણભૂમિ ડોકટર્સ ગ્રુપના ડો. રોમીતભાઇ મારવાણીયા, ડો. પ્રશાંતભાઇ ઠાકર, ડો. નુપુરબેન ઠાકર, ડો. કૃણાલભાઇ શેઠજી, ડો. પૂજાબેન શેઠજી, ડો. જયભાઇ પટેલ, ડો. નિધિકુમાર પટેલ, ડો. ચિરાગભાઇ ગાંધી સહિતના ડોકટર્સ, વિવિધ કમીટીઓના સભ્‍યો સુવર્ણભૂમિ સોસાયટીના સભ્‍યો વિગેરે હાજર રહ્યા હતાં.

(4:38 PM IST)