તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
તા.૨૦ સપ્ટે. સોરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક જાગૃતિ કસોટી
‘સુસેટ' પરીક્ષા સોરાષ્ટ્ર યુનિવર્સિટી મારફત આયોજનઃ દર વર્ષે ૨૦ હજાર વિદ્યાર્થીઓ જોડાય છે, તૈયારીઓ શરૂઃ પરીક્ષાઓનો લાભ લેવા વિદ્યાર્થીઓને આહવાનઃ કોલેજ કક્ષાએ સંપર્ક કરવા અનુરોધ

રાજકોટ તા.રરઃ કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માધ્યમથી દર વર્ષે સ્નાતક અને અનુસ્નાતકમાં જોડાતા વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે જાગળતિ મળે અને રાજ્ય તથા કેન્દ્ર સરકારશ્રીની રોજગારલક્ષી પરીક્ષાઓની તૈયારી માટે માર્ગદર્શન મળી રહે તે પરીપેક્ષમાં સી.સી.ડી.સી. છેલ્લા દસ વર્ષથી ઓગષ્ટ/સપ્ટેમ્બર માસમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સ્પર્ધાત્મક જાગળતિ પરીક્ષા (SUCEAT) નું આયોજન કરે છે. આજ સુધીમાં અંદાજિત દોઢ લાખ વિદ્યાર્થીઓએ SUCEAT પરીક્ષાનો લાભ લીધેલ છે. દર વર્ષે ૭૦ થી વધુ કોલેજો અને અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓ ઉપરોક્ત ‘મોક પરીક્ષા'માં જોડાય છે. આ વર્ષે ૨૦, સપ્ટેમ્બર ૨૦૨૪ પરીક્ષાનું ઓનલાઈન આયોજન કરવામાં આવેલ છે. રાજ્ય તથા ભારત સરકારના UPSC, GPSC, BANK, RAILWAY, LIC, ARM FORCE, GCET, NET. SERVICE SECTOR વગેરે નોકરીઓ માટે વિદ્યાર્થીઓને જાગળત કરવા અને સીસીડીસીની પ્રવળત્તિઓ સાથે જોડવા SUCEATનું દર વર્ષે નોનસ્ટોપ આયોજન કરવામાં આવે છે.
સી.સી.ડી.સી.ના માધ્યમથી દેશભરમાં એક માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત SUCEAT માં કોઈપણ યુનિવર્સિટીના છાત્રો ભાગ લઈ શકે છે. છેલ્લા પાંચ વર્ષમાં બહોળી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધેલ છે. રાષ્ટ્રીયકક્ષાએ ‘નેક' મારફત દેશની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બેસ્ટ પ્રેક્ટીસ તરીકે ‘સુસેટ' પારિતોષિત કરાયેલ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. કમલસિંહ ડોડિયા અને કુલસચિવ ડો. આર.જી. પરમારના માર્ગદર્શન હેઠળ ટીમ સી.સી.ડી.સી. મારફત સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓમાં રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને ગીર સોમનાથમાં કોલેજ કક્ષાએ ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે દરેક જિલ્લામાં કોલેજ કક્ષાએ લોકલ કોર્ડીનેટરની નિમણૂંક પ્રિન્સીપાલ દ્વારા કરવામાં આવશે. લોકલ કોર્ડીનેટરની નિમણૂંક પણ ઓનલાઈન ફોર્મ ભરીને કરવાની રહેશે. SUCEAT પરીક્ષાનું પ્રશ્નપત્રક જી.પી.એસ.સી., યુ.પી.એસ.સી.ના પ્રિલીમ્સ જનરલ પેપર સ્ટાઈલ મુજબ બહુવૈકલ્પિક પ્રકારનું ૧૦૦ પ્રશ્નો - ૧૦૦ ગુણનું રાખવામાં આવેલ છે. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ કે જેઓ ૫૦% ઉપર ગુણ મેળવે તેમને કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલોપમેન્ટ સેન્ટર (સી.સી.ડી.સી.), સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ઓનલાઈન પ્રમાણપત્ર આપવામાં આવશે તેવું સીસીડીસીનાં સંયોજક ડો. નિકેશ શાહે જણાવેલ છે.
સ્પર્ધાત્મક પરીક્ષાઓ સંદર્ભની માહિતી તથા માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને સી.સી.ડી.સી. કાર્યાલય, ગ્રાઉન્ડ ફલોર, સી.સી.ડી.સી. બિલ્ડીંગ, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા પાછળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ ખાતે સવારે ૧૦:૩૦ થી ૬:૦૦ સુધીમાં સંપર્ક કરી શકાશે. અંતમાં સૌરાષ્ટ્ર વિસ્તારના છાત્રોને પરીક્ષામાં લાભ લેવા અનુરોધ કરાયેલ છે. વિદ્યાર્થીઓ આ વર્ષે ઓનલાઈન રજિસ્ટ્રેશન નોંધણી કરાવીને ત્યારબાદ જ પરીક્ષા આપી શકશે. આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટર/લેપટોપ દ્વારા ઓનલાઈન પરીક્ષા આપી શકશે. આ માટેની પરીક્ષાની લીંક વિદ્યાર્થીઓને પરીક્ષાના બે કે ત્રણ દિવસ પહેલા વિદ્યાર્થીઓનાં રજિસ્ટર્ડ થયેલ ઈ-મેઈલ આઈ.ડી. પર જ મોકલવામાં આવશે. ટીમ સીસીડીસીના સર્વશ્રી સુમિતભાઈ મહેતા, ચિરાગભાઈ તલાટીયા, દિપ્તીબેન ભલાણી તથા હિરાબેન કીડીયા વગેરે મારફત તડામાર તૈયારીઓ કરાઈ રહી છે.(૨.૨૫)
(4:20 PM IST)










