તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
બાકી મિલ્કત-પાણી વેરો ભરવા નોટીસો મોકલાવતુ મનપા
ઓકટોબર માસથી બાકી રહેલ રકમ પર વાર્ષિક ૧૮% લેખે સાદુ વ્યાજ વસુલાશે

રાજકોટ,તા. ૨૨: મહાનગરપાલિકા મિલ્કત વેરા વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫ સુધીના મિલકત વેરા તથા પાણી દરના બાકી માંગણા સંદર્ભે પોસ્ટ વિભાગ મારફતᅠ‘વેરા બિલ કમ ડિમાન્ડ નોટિસ'ᅠરવાના કરેલ છે, જો કોઈ અરજદાર, મિલકત માલિક, ભાડુઆત, હિતધારકને બિલ કમ ડિમાન્ડ નોટિસ મળેલ ના હોય તો નજીકની વોર્ડ ઓફિસ અથવા ઝોન ઓફિસનો સંપર્ક કરી બિલની નકલ મેળવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
બાકી રહેલ વેરા રકમ પરᅠGPMCᅠએક્ટના સેક્શન ૧૪૧ એ મુજબ વાર્ષિક ૧૮%ᅠલેખે સાદું વ્યાજ વસૂલવા પાત્ર હોય,ᅠજેથી બાકી રહેલ વેરા રકમ ભરપાઈ કરવા રાજકોટ મહાનગરપાલિકા તરફથી અનુરોધ કરવામાં આવે છે,ᅠજેની જાહેરજનતા એ નોંધ લેવા વિનંતી છે.
(3:54 PM IST)










