<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

શહેરમાં સોહામણા સુશોભનથી સર્વેશ્વરને સત્કારાશે

વિહિપ પ્રેરિત જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિ દ્વારા કાનૂની માર્ગદર્શક (એડવોકેટ) સમિતિ અને નિર્ણાયક સમિતિ જાહેરઃ ફલોટ અને લતા સુશોભન સ્‍પર્ધામાં ભાગ લેવા માટે આવતીકાલે સાંજે સુધીમાં નામ નોંધાવી દેવા :કારેલામા કૃષ્‍ણ જોયા રે, દૂધીમાં દીવા બળે, પાપડીમાં પ્રિતમ ને વાલોળમાં વાલમ, બટાટામાં બટુક જોયા રે ગલકામાં ગોવિંદ ને વટાણામાં વિઠ્ઠલ જોયા રે....

રાજકોટ,તા. ૨૨: વિ.હિ.પ. દ્વારા સમગ્ર વર્ષ દરમ્‍યાન અને ખાસ કરીને જન્‍માષ્‍ટમી, દશેરા, રામનવમી સહિતના તહેવારોની રંગેચંગે લોક ભાગીદારી સાથે ઉજવણી કરવામાં આવે છે. આ તમામ પ્રવૃતિઓમાં કાયદાકીય સલાહ, માર્ગદર્શન, મંજુરીઓ વિગેરેમાં કાનુની તજજ્ઞોની જરૂરીયાત રહે છે. સંસ્‍થાને અનેકવિધ પ્રવૃતિમાં કાનુની માર્ગદર્શન, સલાહ, સુચન મળી રહે અને તમામ કાર્યો કાયદાકીય રીતે સ્‍પષ્‍ટ થાય તે માટે હાલમાં કાનુની માર્ગદર્શક સમિતિની રચના કરવામાં આવી છે.

સમિતિના સભ્‍યો જયાં વિશ્‍વ હિન્‍દુ પરિષદને જરૂર પડશે ત્‍યાં તમામ પ્રકારની કાયદાકીય કાર્યવાહી કરશે તથા જરૂર પડયે સંસ્‍થા તેમજ સંસ્‍થા સાથે જોડાયેલા તમામ ગ્રુપ, સંસ્‍થા, મંડળ, એનજીઓ, ધાર્મિક સંસ્‍થાઓ તથા વિ.હિ.પ.-બજરંગદળ, દુર્ગાવાહીની સહિતની સંઘના વિચારધારા સાથે જોડાયેલી તમામ સંસ્‍થા તથા વ્‍યકિતઓને નિઃશુલ્‍ક કાનુની માર્ગદર્શન અને મદદ આપશે. આ કાયદાકીય સલાહકાર સમિતિમાં રાજકોટના સીનીયર એડવોકેટ લલીતસિંહ શાહી, ગીરીશભાઈ ભટ્ટ, અનિલભાઈ દેસાઈ, તુલસીદાસ ગોંડલીયા, પિયુષભાઈ શાહ, કમલેશભાઈ શાહ, હિતેનભાઈ મહેતા, દિલીપભાઈ જોશી, એન. જે. પટેલ, અશ્‍વિનભાઈ ગોસાઈ, અર્જુનભાઈ પટેલ, અંશભાઈ ભારદ્વાજ, તુષારભાઈ ગોકાણી, સુરેશભાઈ ફળદુ, મનીષભાઈ ખખ્‍ખર, રમેશભાઈ કથીરીયા, અજયભાઈ જોષી, નરેન્‍દ્રભાઈ બુસા, રંજનબા રાણા, દિલેશભાઈ શાહ, જે. એફ. રાણા, પ્રકાશસિંહ ગોહીલ, નરેન્‍દ્રસિંહ ચાવડા, ડી. ડી. મહેતા, જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, હસમુખભાઈ ગોહેલ, સી. પી. પરમાર, ધવલભાઈ કકકડ. ઉપરાંત ચેતનભાઈ આસોદરીયા, રક્ષીત કલોલા, કમલેશભાઈ ડોડીયા, હેમલભાઈ કામદાર, ચેતનાબેન કાછડીયા, હેમંતભાઈ ભટ્ટ, ગજેન્‍દ્રભાઈ જાની, જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, જયેશભાઈ ગમઢા મનસુખભાઈ સાકરીયા, સંજયભાઈ ડાંગર, ચંદ્રસિંહ તલાટીયા, પારસભાઈ શેઠ, હેમાંશુભાઈ પારેખ, કમલેશભાઈ રાવલ, પ્રણવભાઈ પટેલ, કે. બી. જાડેજા, હરેશભાઈ પરસોંડા, નમીતાબેન કોઠીયા, નેહાબેન જોશી, હેતલબેન રાજદેવ, બીનાબેન પટેલ, ભાવનાબેન વાઘેલા, મહેશભાઈ સખીયા, ભરતભાઈ રામાણી, વિજયભાઈ ગોહેલ, સી. વી. પરમાર, જયભાઈ  બુઘ્‍ધદેવ, આર. ડી. ઝાલા, અશ્‍વિનભાઈ મહાલીયા, જીતેશભાઈ રાઠોડ વિગેરેની વરણી કરવામાં આવી છે.

 આ વર્ષની શોભાયાત્રામાં પરંપરાગત ફલોટસ તો જોડાવવાના જ છે સાથે અનેક વૈવિધતાસભર ફલોટસ તથા અન્‍ય આકર્ષણો પણ આ વષદ્વ લોકોને જોવા મળશે.

દર વર્ષે જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં અવનવા ફલોટ બનાવીને અનેક સંસ્‍થા મંડળ, ગ્રુપના ફલોટસ જોડાતા હોય છે તેમની વચ્‍ચે એક સકારાત્‍મક સ્‍પર્ધા થાય અને દરેક લોકો એક-બીજાથી સારૂ સુશોભન કરીને ફલોટ સાથે જોડાય તેવા હેતુથી યોજાતી આ સ્‍પર્ધામાં અનેક મંડળો સ્‍પર્ધામાં પોતાનું રજીસ્‍ટ્રેશન કરાવે છે આ ઉપરાંત જે તે લતા, વિસ્‍તારના યુવક મંડળો, સંસ્‍થાઓ દ્વારા પોતાના વિસ્‍તારને સુશોભીત કરી અવનવી થીમ, મૂર્તિઓ, હિંડોળા, કલાત્‍મક બળદ ગાડા, ભાતીગડ થીમ ઉપર પોતાના વિસ્‍તારનું સુશોભન કરતા હોય છે તેમની વચ્‍ચે પણ એક સ્‍પર્ધાના માઘ્‍યમથી અવનવા જોવાલાયક સુશોભનો બને તે માટે સ્‍પર્ધા યોજાતી હોય છે.  આ બંને ફલોટ સુશોભન અને લતા સુશોભન સ્‍પર્ધામાં જોડાવવા માટેના રજીસ્‍ટ્રેશન હાલમાં મોટી સંખ્‍યામાં સમિતિને મળી રહયાં છે. આ બંને સ્‍પર્ધાના રજીસ્‍ટ્રેશન થનાર તમામ ફલોટ અને જે તે વિસ્‍તારના લતા સુશોભનોને વિવિધ પાસાઓને ઘ્‍યાનમાં રાખીને નિરીક્ષણ કરતી હોય છે. દરેક ફલોટ તથા લતા સુશભોનને પ્રથમ થી લઈને તૃતિય સુધી ઉપરાંત પ્રોત્‍સાહક નંબર પણ આપવામાં આવે છે. આ તમામ વિજેતા ફલોટ તથા લતા સુશોભનને દર વષદ્વ શીલ્‍ડ આપી જાહેર કાર્યક્રમમાં બિરદાવવામાં આવે છે. દર વષદ્વ જન્‍માષ્‍ટમી શોભાયાત્રામાં જોડાતા ફલોટ તથા લતા સુશોભનની સ્‍પર્ધામાં જોડાતા ગ્રુપ, સંસ્‍થા, મંડળ, યુવા તથા મહિલા મંડળોની સંખ્‍યામાં ઉત્તરોતર વધારો થઈ રહયો છે. સ્‍પર્ધામાં ભાગ લેવા માટે અનેક ગ્રુપ દ્વારા નોંધણી કરાવવામાં આવે છે. આ વષદ્વ પણ મોટા પ્રમાણમાં વિવિધ પ્રકારના ફલોટનું રજીસ્‍ટ્રેશન કમીટીની મળી ચુકયું છે.

 ફલોટ સ્‍પર્ધામાં રજીસ્‍ટ્રેશન થનાર તમામ ફલોટ તથા લતા સુશોભનનું યોગ્‍ય રીતે નિરીક્ષણ કરી માર્કીંગ કરવા માટે આ વર્ષે ફલોટ તથા લતા સુશોભન નિર્ણાયક કમીટી જાહેર કરવામાં આવી છે. વર્ષ ર૦ર૪ ની આ કમીટીમાં સમાજના અનેક અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્‍યો છે.નિર્ણાયક કમીટીમાં જેમની વરણી કરવામાં આવી છે અશ્‍વિનભાઈ ગોસાઈ, દિલેશભાઈ શાહ, મહેશભાઈ સખીયા, હિમાંશુભાઈ પારેખ, રાકેશભાઈ ગોસ્‍વામી, ચંદ્રસિંહ તલાટીયા, કુલદિપસિંહ જાડેજા, જયેન્‍દ્રભાઈ ગોંડલીયા, ચંદ્રસિંહ પરમાર, અર્જુનસિંહ ભાટી, હેમલભાઈ કામદાર, કશ્‍યપભાઈ શુકલ, પારસભાઈ શેઠ, રવિભાઈ મોલીયા, હેમાંગભાઈ ભટૃ, મનહરભાઈ સરવૈયા, કિશોરભાઈ માંડલીક, રાજભાઈ ભાવસાર, વિશાલભાઈ સોલંકી, ચિરાગભાઈ કુકરેજા, મહેન્‍દ્રભાઈ ભાલુ, દિપકભાઈ સાપરીયા, શૈલેષભાઈ સુચક, હર્ષિલભાઈ શાહ, પરાગભાઈ લોલારીયા, અમિતભાઈ લાખાણી, પુવદ્વશભાઈ વડગામા, રવિરાજભાઈ વાળા, રવિભાઈ સુરાણી, ચિરાગભાઈ સંઘવી, હેમાંશુભાઈ મહેતા, જીતેશ રાઠોડ વિગેરેનો સમાવેશ થાય છે.  ફલોટ તથા લતા સુશોભન સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છતા ગ્રુપ, મંડળ માટે આવતીકાલે તા. ર૩ ને સાંજે પ-૦૦ વાગ્‍યા સુધી નિઃશુલ્‍ક રજીસ્‍ટ્રેશન કરી શકાશે. તો ઈચ્‍છુક મંડળોએ શ્રી જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સમિતિના મઘ્‍યસ્‍થ કાર્યાલય નાગર બોડશ્નગ, વિરાણી હાઈસ્‍કૂલ સામે, ટાગોર રોડ ખાતે પોતાના ગ્રુપની તમામ વિગતો સાથે ફોર્મ ભરી રજીસ્‍ટ્રેશન કરાવવાનું રહેશે.

 આ વર્ષે જન્‍માષ્‍ટમી મહોત્‍સવ સંદર્ભે જાહેર થયેલ કાનુની માર્ગદર્શક સમિતિના તમામ ફલોટ તથા લતા સુશોભનના નિર્ણાયક બનેલા તમામ સભ્‍યોને માર્ગદર્શકો સર્વશ્રી નરેન્‍દ્રભાઈ દવે, માવજીભાઈ ડોડીયા, હસુભાઈ ભગદેવ, શાંતુભાઈ રૂપારેલીયા, હસુભાઈ ચંદારાણા, મહોત્‍સવ સમિતિના અઘ્‍યક્ષ રાજદિપસિં જાડેજા (રાજાભાઈ વાવડી), કાર્યકારી અઘ્‍યક્ષ તિર્થરાજસિંહ ગોહીલ (ત્રાપજ), શોભાયાત્રાના અઘ્‍યક્ષ વિજયભાઈ વાંક, મુખ્‍ય રથના સંયોજક ધીરૂભાઇ વીરડિયા શોભાયાત્રાના સંયોજક બંકીમભાઈ મહેતા, સહસંયોજકો મનીષભાઈ બેચરા, મહોત્‍સવ સમિતિના ઈન્‍ચાર્જ નિતેશભાઈ કથીરીયા, સહ-ઈન્‍ચાર્જ કૃણાલભાઈ વ્‍યાસ, કોષાઘ્‍યક્ષ વિનુભાઈ ટીલાવત, સહ-કોષાઘ્‍યક્ષ રાહુલભાઈ જાની, મંત્રીઓ સુશીલભાઈ પાંભર, હષીતભાઈ ભાડજા, સહમંત્રીઓ દિપકભાઈ ગમઢા, યોગેશભાઈ ચોટલીયા, નીધિ સમિતિના ઈન્‍ચાર્જો વનરાજભાઈ ગેરૈયા, મનોજ ડોડીયા, આલાપ બારાઈ, વિ.હિ.પ. કાર્યાલયના નાનજીભાઈ સાખ, હર્ષ વ્‍યાસ તથા પ્રેસ મીડીયા ઈન્‍ચાર્જ પારસ શેઠ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્‍યા છે.

(3:31 PM IST)