<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

મનપા કરશે શાનદાર ઉજવણીઃ લોકડાયરો- શિવ આરાધના-મટકી ફોડ સહિતના કાર્યક્રમો

૨૪ થી ૨૮ સુધી શહેરના મુખ્‍ય સર્કલો લાઇટીંગથી ઝળહળશેઃ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્‍થિતીમાં મીટીંગ યોજાઇ આઓ મિલકર સજાયે નન્‍હલાલ કો, કરે ઉનકા ગુણગાન બિગડી બનાતે, સબકો રાહ દિખાતે ૨૪ થી ૨૮ સુધી શહેરના મુખ્‍ય સર્કલો લાઇટીંગથી ઝળહળશેઃ પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્‍થિતીમાં મીટીંગ યોજાઇ

રાજકોટ,તા. ૨૨: મહાનગરપાલિકા દ્વારા આગામી જન્‍માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જેમાં (૧) તા.૨૪ થી તા.૨૮ સુધી શહેરના તમામ મુખ્‍ય સર્કલને થીમ આધારિત લાઇટીંગ ડેકોરેશનથી શણગારવામાં આવશે, (૨) તા.૨૪ના રોજ ‘હર હર મહાદેવ શિવ આરાધના' કાર્યક્રમ, (૩) તા.૨૫ના ‘લોકડાયરો' અને (૪) તા.૨૬ના મટકી ફોડ સ્‍પર્ધા યોજાશે.

આ વિવિધ કાર્યક્રમ અને સ્‍પર્ધાના આયોજનના ભાગરૂપે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ મીટિંગ યોજી હતી, જેમાં વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને આરોગ્‍ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને માધ્‍યમિક અને આનુસંગિક શિક્ષણ સમિતિના ચેરમેન રસીલાબેન સાકરીયા, વોર્ડ નં.૫ના કોર્પોરેટર ડાઙ્ઘ. હાર્દિક ગોહેલ, વોર્ડ નં.૧૪ના તથા વોર્ડ નં.૫ના સંગઠનના હોદ્દેદારશ્રીઓ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર હર્ષદ પટેલ, સહાયક કમિશનર સમીર ધડુક, ડેપ્‍યુટી સેક્રેટરી ધવલ જેસડીયા, મેનેજર અને પી.એસ.ટુ મેયર વિપુલ ધોણીયા, મેનેજર કૌશિક ઉનાવા, રાજકોટ મહાનગરપાલિકાના તમામ વોર્ડ એન્‍જિનિયરો, તમામ વોર્ડ ઓફિસરો, સેનેટરી ઇન્‍સ્‍પેકટર વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ મીટીંગમાં કાર્યક્રમ સ્‍થળ આસપાસ સફાઈ, કાર્યક્રમનો પ્રચાર-પ્રસાર, વિસ્‍તાર વાઈઝ વિવિધ સંસ્‍થાઓના પ્રતિનિધિઓ સાથે મીટીંગ યોજી બહોળી સંખ્‍યામાં નાગરીકોને ઉપસ્‍થિત રહેવા આયોજન કરવા અંગેᅠસુચના આપી હતી. કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાઈ તે અંગે સૌ સાથે મળી આયોજન કરે તેવું સુનિશ્ચિત કરવામાં આવ્‍યું હતું.

મહાનગરપાલિકા દ્વારા (૧) તા.૨૪ થી તા.૨૮ સુધી શહેરના તમામ મુખ્‍ય સર્કલને લાઇટીંગ ડેકોરેશન ઉપરાંત (૨) તા.૨૪, શનિવારના સમય રાત્રે ૮:૩૦ કલાકે તેજસ શીશાંગીયા-જીલ એન્‍ટરટેનમેન્‍ટ અદ્રેત પ્રસ્‍તુત ‘હર હર મહાદેવ શિવ આરાધના' કાર્યક્રમ, વોર્ડ નં.૫, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે યોજાશે. (૩) તા.૨૫, રવિવારના રોજ સમય રાત્રે ૮:૩૦ કલાકે લોક સાહિત્‍યકાર કિર્તિદાન ગઢવી અને હાસ્‍ય કલાકાર ધીરૂભાઇ સરવૈયા દ્વારા પ્રસ્‍તુત ‘લોકડાયરો' વોર્ડ નં.૧૪, શ્રી પવન પુત્ર ચોક, સોરઠીયા વાડી સર્કલ ખાતે યોજાશે તેમજ (૪) તા.૨૬ સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારમાં મટકી ફોડ સ્‍પર્ધા યોજાશે.

તા.૨૬ સોમવારના રોજ રાજકોટ શહેરના વિવિધ વિસ્‍તારમાં આયોજિત મટકી ફોડ સ્‍પર્ધામાં ભાગ લેનાર સ્‍પર્ધકોમાંથી ૧ થી ૫ વિજેતાઓને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રોકડ પુરષ્‍કાર આપવામાં આવશે. મટકી ફોડ સ્‍પર્ધા માટે તા.૨૧ થી ૨૩ સવારે ૧૧ થી સાંજે ૬ કલાક સુધી ફોર્મ વિતરણ ઓનલાઇન www.rmc.gov.in પર અને ઓફલાઇન તમામ વોર્ડ ઓફીસ તેમજ સાંસ્‍કૃતીક વિભાગ, સેન્‍ટ્રલ ઝોન ખાતે વિનામુલ્‍યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. વિગતો ભરેલ ફોર્મ વોર્ડ ઓફીસ ખાતે પરત કરવાનું રહેશે. (૨૨.૨૬)

(3:29 PM IST)