News of Thursday, 22nd August 2024
શનિવારે શિવ આરાધના, રવિવારે લોકડાયરાના કાર્યક્રમના સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આગામી જન્માષ્ટમી તહેવાર તેમજ શ્રાવણ માસ નિમિતે રાજકોટ શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૪ શનિવારના રાત્રે ૮:૩૦ કલાકે વોર્ડ નં.૫, પાણીના ઘોડા પાસે, પેડક રોડ ખાતે તેજસ શીશાંગીયા- જીલ એન્ટરટેનમેન્ટ અદ્રેત પ્રસ્તુત ‘હર હર મહાદેવ શિવ આરાધના' કાર્યક્રમ તથા આગામી તા.૨૫ રવિવારના રાત્રે ૮:૩૦ કલાકે વોર્ડ નં.૧૪ પવન પુત્ર ચોક, બગીચા પાસે, સોરઠીયાવાડી સર્કલ ખાતે લોકસાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી અને હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા પ્રસ્તુત ભવ્ય લોકડાયરાનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમના આયોજનના ભાગરૂપે સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા દ્વારા વોર્ડ નં.૫ અને વોર્ડ નં.૧૪ના કાર્યક્રમ સ્થળની મુલાકાત કરવામાં આવી. જેમાં વોર્ડ નં.૧૪ના કોર્પોરેટર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, વોર્ડ નં.૫ના કોર્પોરેટર અને શિશુ કલ્યાણ તથા ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિના ચેરમેન દિલીપભાઈ લુણાગરીયા, કોર્પોરેટર ડો. હાર્દિક ગોહેલ, પૂર્વ ડેપ્યુટી મેયર વલ્લભભાઈ દુધાત્રા, સહાયક કમિશનર બી.એલ. કાથરોટીયા, આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, મેનેજર કૌશિક ઉનાવા, ડેપ્યુટી એન્જિનિયર અજય વેગડ, રાજેશ બગથરીયા, ઈ.ચા. ચીફ ફાયર ઓફિસર અમિત દવે, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, વલ્લભ જીંજાળા, વોર્ડ ઓફિસર મૌલિક ગોંધિયા અને રાજકોટ મહાનગરપાલિકાના લગત શાખાના અધિકારીઓ/કર્મચારીઓ, એજન્સીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમ્યાન સ્ટેજ વ્યવસ્થા, મુખ્ય સ્ટેજ વ્યવસ્થા, સફાઈ, લાઈટ્સ, સાઉન્ડ, સુરક્ષા, પાર્કિંગ, તમામ બાબતોની સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન, કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ અને એજન્સીઓ સાથે કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જરૂરી ચર્ચા કરવામાં આવેલ તેમજ સંબંધક અધિકારીઓને અને એજન્સીના પ્રતિનિધિઓને સુચના આપવામાં આવેલ. (૨૨.૨૬)
(3:23 PM IST)










