<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

કાલે હનુમાન મઢી પાસે વાસંગી નાગદેવતાના મંદિરે મહાપ્રસાદ

નાગ પંચમી નિમીતે વેપારી મિત્ર મંડળનું આયોજન

રાજકોટ તા. ૨૨: રૈયા રોડ પર હનુમાન મઢી નજીક આવેલા અંબિકા પાર્કના પ્રવેશ દ્વાર નજીક આવતી કાલે ૨૩મીએ નાગ પંચમી નિમીતે શ્રી વાસંગી નાગદેવતાના મંદિર ખાતે સવારે ૧૧ થી બપોરના ૨ વાગ્‍યા સુધી નાગ દેવતાની પુજા અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્‍યું છે. છેલ્લા ૩૬ વર્ષથી આ મંદિર ખાતે દરરોજ ભાવિકો, આસપાસના વેપારીઓ દ્વારા સેવા પુજા થાય છે અને દર નાગ પાંચમે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શ્રી વાસંગી નાગદેવતા મિત્ર મંડળ દ્વારા આ આયોજનને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. ધર્મપ્રેમી જનતા, ભાવીકો, બાળકોએ મહાપ્રસાદનો લાભ લેવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે.

(3:20 PM IST)