તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૫ શુક્રવાર
News of Thursday, 22nd August 2024
રામનાથ મહાદેવની વરણાંગીનું રાજવી પરિવાર દ્વારા શાહી સ્વાગત

રાજકોટ : વર્ષાઋતુમાં બે કાંઠે વહેતી આજી નદીની મધ્યમાં સ્વયંભૂ બિરાજમાન દેવાધિદેવ શ્રી રામનાથ મહાદેવની ૧૦૧મી વરણાગી પેલેસ રોડ ખાતે પહોંચી ત્યારે રાજકોટના ગ્રામદેવતાનું ઠાકોર સાહેબ શ્રી માંધાતાસિંહજી જાડેજાએ રાજકોટ રાજ પરિવાર વતી અત્યંત ભાવપૂર્વક પૂજન-અર્ચન-આરતી કરી સ્વાગત કર્યુ હતુ. મહાદેવના સર્વોપરિતા સભર રથને જાતે ખેંચીને ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ રાજ્યની સ્થાપના પૂર્વે અંદાજે ૫૫૦ વર્ષ પહેલા સ્વયંભૂ પ્રગટ થઇને બિરાજમાન શ્રી રામનાથ મહાદેવનું રાજકોટ રાજ્યના ગ્રામ દેવતા સ્વરૂપે પૂજન કરવામાં આવે છે. આજી નદીનાં બંને વહણો વચ્ચે સુંદર પ્રાકળતિક વાતાવરણની વચ્ચે બિરાજમાન મહાદેવ સેંકડો ભાવીકો ઉપરાંત રાજકોટના નગરજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. આજી નદીમાં પૂર આવે ત્યારે આ મંદિર પાણીમાં ગરકાવ થઈ જતાં આ શિવમંદિરને કુદરત દ્વારા પણ જલાભિષેક થાય છે. (૧૬.૪)
(3:18 PM IST)










