News of Thursday, 22nd August 2024
લોકમેળામાં NDRF-SDRF ટીમ મૂકવા કલેકટરની રાજય સરકાર સમક્ષ માંગણીઃ રાઘવજીભાઇના હસ્તે ઉદ્દઘાટન
બે કલાકના સાંસ્કૃતિક કાર્યક્રમોઃ ઇશ્વરીયા પાર્કનો મેળો રાત્રે ૧૦ સુધી ચાલુ રહેશે... : રાઇડ માટે SOP મુજબ કાર્યવાહીઃ નિયમોનું પાલન નહીં કરે તો ડીપોઝીટ જપ્તઃ કલેકટરની પત્રકારો સાથે વાતચીત

રાજકોટ તા. રરઃ રાજકોટના ધરોહર લોકમેળા અંગે રાજકોટ જીલ્લા કલેકટર શ્રી પ્રભવ જોષીએ ‘‘અકિલા''ને જણાવ્યું હતું કે લોકમેળામાં ક્રાઉડ નિયમન તથા કોઇપણ ડીઝાસ્ટર ઘટના સંદર્ભે NDRF-SDRF ની ટીમો મૂકવા અંગે એક-એક ટીમ ફાળવવા રાજય સરકારને દરખાસ્ત કરી છે, અમે માંગણી મૂકી છે, જે મંજૂર થયે લોકમેળામાં વધુ સૂરક્ષા સાવચેતી રાખી શકાશે.
તેમણે પત્રકારોને જણાવેલ કે લોકમેળાના ઉદ્દઘાટન અંગે મુખ્યમંત્રીશ્રીનો સમય નહિ મળી શકતા હવે કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલના હસ્તે શનિવારે સાંજે ૪ાા વાગ્યે લોકમેળાનું ઉદ્દઘાટન થશે, આ પ્રસંગે તમામ અન્ય મહાનુભાવો-મેયરશ્રી અધીકારીઓ-પદાધીકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે, તેમજ મેળામાં ઉદ્દઘાટન સમયે ર કલાકનો હુડો રાસ-રાસ ગરબા-સહિતનો કાર્યક્રમ પણ યોજાશે.
મેળામાં રાઇડ માલીકો દ્વારા ફાઉન્ડેશન નથી કરાયું, અને રાઇડો ઉભી કરી લેવાઇ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે SOP નું પાલન ફરજીયાત છે, એ લોકોએ પૈસા ભર્યા છે, અમારી પાસે પૈસા જમા છે, SOP નું પાલન નહિં થાય તો ડીપોઝીટ જપ્ત સુધીની કાર્યવાહી થઇ શકે છે.
ઇશ્વરીયા પાર્કના મેળા અંગે કલેકટરે જણાવેલ કે, આ મેળો પણ શનિવારથી પાંચ દિવસ ચાલશે, અને રાત્રે ૧૦ વાગ્યા સુધી ખુલ્લો રહેશે, બોટીંગ બંધ રહેશે, પીવાના પાણીની વ્યવસ્થા અંગે ટેન્કરો માટે આદેશો કરાયા છે. (૭.૪૪)
મેળામાં કન્ટ્રોલ રૂમના નંબરો
કન્ટ્રોલ રૂમ ટેલીફોન નંબર
લોકમેળા સમિતી (ફનવર્લ્ડ ગેઇટ પાસે) 0281 2991374
પોલીસ કન્ટ્રોલ (ફનવર્લ્ડ ગેઇટ પાસે) 0281 2991364
રાજકોટ મહાનગરપાલીકા (હેડ કવાર્ટર ગેઇટ પાસે) 0281 2990374
પી. જી.વી.સી.એલ. (ઇલેકટ્રીક) 0281 2990364
(3:12 PM IST)










