તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 22nd August 2024
મુસાફરને રિક્ષામાં બેસાડી રોકડ ચોરી લેનાર દિપક સોલંકી અને જેનીશ ચોૈહાણ ઝડપાયા
બંને શખ્સો અગાઉ પણ ત્રણ ત્રણ ગુનામાં સંડોવાયા હતાં ક્રાઇમ બ્રાંચના કૃષ્ણદેવસિંહ ઝાલા, ગોપાલ પાટીલ અને મોહિલરાજસિંહની બાતમીઃ પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ પરમારની ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૨: મુસાફરોને રિક્ષામાં બેસાડી તની રોકડ, મોબાઇલ કે દાગીના સેરવી લઇ બાદમાં તેમને ખોટુ બહાનુ બતાવી રિક્ષામાંથી ઉતારી મુકી ચાલક અને સાગ્રીત સહિતની ટોળકી ભાગી જતી હોવાના બનાવ અવાર-નવાર બને છે. દરમિયાન આવા બે શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી એક ગુનો ડિટેક્ટ કર્યો છે.
રિક્ષામાં મુસાફરોને બેસાડી ચોરી કરતાં બે શખ્સ વિશે ક્રાઇમ બ્રાંચના કૃષ્ણદેવસિંહ ઝાલા, કોન્સ. ગોપાલભાઇ પાટીલ અને મોહિલરાજસિંહ ગોહિલને બાતમી મળતાં દિપક કરમશીભાઇ સોલંકી (ઉ.વ.૨૨-રહે. કોઠારીયા રોડ રણુજા મંદિર સામે લાપાસરી રોડ) અને જેનીશ રાજેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૨૦-રહે. વાણીયાવાડી મેઇન રોડ પરના પટમાં આવેલા ઝૂપડામાં)ને પકડી લઇ રોકડા રૂા. ૧૯ હજાર, ૩ હજારનો મોબાઇલ ફોન અને જીજે૦૩સીટી-૦૦૫૦ નંબરની રિક્ષા મળી રૂા. ૧,૭૨,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
પોલીસના કહેવા મુજબ દિપક અગાઉ આજીડેમના ચોરી, દારૂ સહિત ત્રણ ગુનામાં અને જેનીશ આજીડેમ, એ-ડિવીઝનના ત્રણ ગુનામાં સંડોવાયો હતો. સીપી, જેસીપી, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી. બી. બી. બસીયાની સુચના અને પીઆઇ એમ.આર. ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઇ એ. એન. પરમાર, એએસઆઇ જલદિપસિંહ વાઘેલા, હરદેવસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. કૃષ્ણદેવસિંહ, કોન્સ. હિરેનભાઇ, મહાવીરસિંહ, ગોપાલભાઇ, મોહિલરાજસિંહે આ કામગીરી કરી હતી.
(2:34 PM IST)










