તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
શહેરની ૧પ૧ સ્માર્ટ સોસાયટીઓને મળશે ડબલ સફાઇ ગ્રાન્ટઃ જયમીન ઠાકરનું સ્વચ્છતા ઉપર જોર
ચાલુ વર્ષના બજેટમાં સુચવેલ મહત્વના કામો પૈકી સફાઇલક્ષી ગ્રાન્ટમાં વધારો કરવાનું મંજુર કરતા સ્ટેન્ડિંગ કમિટી

રાજકોટ તા. ૧૩: મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે સ્ટે. કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર દ્વારા ગત માસ દરમ્યાન તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેન્ટસ રીવ્યુ અંગે મીટી઼ગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ સીટી એન્જીનીયર, આસી. કમિશનર, લાયબ્રેરીયન, મમેનેજરશ્રીઓ (તમામ), ગાર્ડન ડાયરેકટર, આરોગ્ય અધિકારી તથા પર્યાવરણ ઇજનેર સહિતના અધિકારીઓ સાથે બજેટમાં મંજુર થયેલ તથા બજેટમાં સુચવેલા કામો હાલ કયા તબકકે છે, તથા કયા કામો કઇ સમય મર્યાદામાં પૂર્ણ થશેક, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા કરવામાં આવેલ નવી જોગવાઇઓ, યોજના અને સુચદેવલ કામો બાબતની અમલવારી અંગેની સમિક્ષા દરમ્યાન જે તે કામો ઝડપથી હાથ પર લઇ સત્વરે અમલીકરણ શરૂ કરાવવા ચેરમેન જયમીન ઠાકરે લગત અધિકારીઓને ભાર પૂર્વક જણાવેલ.
સ્ટે. કમિટી ચેરમેન જયમીન ઠાકર એ વિશેષમાં જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટમાં મંજૂર થયેલ મહત્વની જાહેરાતો પૈકી રાજકોટ શહેરમાં આવેલ જુદી જુદી સ્માર્ટ સોસાયઇટીને હાલ ફાળવવામાં આવતી સફાઇલક્ષી ગ્રાન્ટમાં વધારો કરી બમણી ગ્રાંટ ફાળવવા બાબત સને ર૦ર૪-રપમાં બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે. તેના અમલીકરણની વહિવટી પ્રક્રિયાના ભાગરૂપે તે અંગેની દરખાસ્તને આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીની મળેલ મિટીંગમાં મી આપવામાં આવેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા કુલ ૧પ૧ સ્માર્ટ સોસાયટી આવેલ છે, જેઓને હાલ દર મહિને પ્રતિ ચો.મી. રૂ. ૧.પ૦ લેખે કુલ મળી રૂ. ૧ર,૬૦,૪૧૭ની સફાઇ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. જે મુજબ કુલ મળી વાર્ષિક રૂ. ૧,પ૧,રપ,૦૦૪/- સફાઇ અંગેની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જેમાં વધારો થતા હવે પછી દર મહિને પ્રતિ ચો.મી. રૂ. ૩.૦૦ લેખે ૧પ૧ સ્માર્ટ સોસાયટીને દર મહિને કુલ મળી રૂ. રપ,ર,૮૩૪/- સફાઇ ગ્રાન્ટ ચુકવવામાં આવશે, જ ેના માટે મહાનગરપાલિકાને કુલ રૂ. ૩,૦ર,પ૦,૦૦૮ નું વાર્ષિક ખર્ચ થશે.
(4:40 PM IST)










