તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
‘તેરા તુજકો અર્પણ': ૭ર અરજદારોને રૂા. ૩પ.૭૧ લાખનો મુદ્દામાલ પરત અપાવતી એ-ડીવીઝન પોલીસ
૧૯ મોબાઇલ ફોન, ૮ વાહનો, સોનાના દાગીના, ઓનલાઇન ફ્રોડનો ભોગ બનનારા ૪૬ અરજદારોના નાણા પરત કરાયાઃ પીઆઇ આર. જી. બારોટ, એએસઆઇ એમ. વી. લુવા, બી. વી. ગોહિલ અને ટીમની કાર્યવાહી

રાજકોટઃ સરકારના કોમ્યુનીટી આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત પોલીસ દ્વારા ‘‘તેરા તુજકો અર્પણ'' ઝુંબેશ હેઠળ પોલીસ કમિશ્નર શ્રી બ્રજેશકુમાર ઝા, જોઇન્ટ પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, ઝોન-રના એસીપી જગદીશ બાંગરવા, બી. જે. ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ શહેરના લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદો અંતર્ગત સાયબર ફ્રોડનો ભોગ બનનારા, ગુમ થયેલા મોબાઇલ ફોન, દાગીના તથા ચોરાઉ વાહનો શોધી કાઢી અરજદારોને પરત આપવા માટે ગઇકાલે એ-ડીવીઝન પોલીસ મથકમાં પી.આઇ. આર. જી. બારોટની રાહબરી હેઠળ ‘તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગુમ થયેલા મોબાઇલ ફોન સીઇઆઇઆર પોર્ટલ તથા હયુમન સોર્સીસની મદદથી મોબાઇલ ફોન શોધી કાઢી અરજદારોને રૂા. ૩,૦૯,પ૦૦ની કિંમતના અલગ અલગ મોબાઇલ ફોન પરત કર્યા હતા. તેમજ છેતરપીંડીનો ભોગ બનનાર અરજદારને રૂા. ૧ર.૩પ લાખના બે સોનાના બીસ્કીટ પરત કર્યા હતા. તથા બે ચોરાઉ ઓટો રીક્ષા અને છ મોટર સાયકલ શોધી કાઢી રૂા. ૪.૧૩ લાખના ૮ વાહનો અરજદારોને પરત કર્યા હતા. જયારે છેલ્લા સાત મહિનામાં સાયબર ફ્રોડનો ભોગ બનનારા ૪૬ અરજદારોએ ગુમાવેલા રૂા. ૧૬,૧૪,૦૧ર કોર્ટ મારફતે રીફન્ડ પ્રપ્રોસેસ કરાવી નાણા પરત અપાવ્યા હતા. આ ઉપરાંત જન્માષ્ટમીના તહેવાર નીમીતે તકેદારીના ભાગ રૂપે લોકોને ટ્રાફીક અવેરનેસ બાબતે તથા ઘરફોડ ચોરી, છેતરપીંડી અને ઓનલાઇન ફ્રોડ અંગે તકેદારી રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરી પી.આઇ. આર. જી. બારોટ, એ.એસ.આઇ. એમ. વી. લુવા, બી. વી. ગોહિલ, હેડ કોન્સ. અજય બસીયા, કલ્પેશભાઇ બોરીચા, જયેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. ભગીરથસિંહ ઝાલા, ધારાભાઇ ગઢવી, રમેશભાઇ માલકીયા, ધવલભાઇ જીલડીયા, સંજયભાઇ જાદવ, અમીતભાઇ ટુંડીયા અને મનીષભાઇ ફાંગલીયા દ્વારા કરવામાં આવી હતી.
(4:03 PM IST)










