તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 13th August 2024
ગોંડલ ચોકડી વિસ્તારમાં ૩૪ લાખના ખર્ચે આધુનિક શૌચાલય બનશે
ર.૩૩ કરોડના વિકાસ કામો મંજુરઃ કોર્પોરેટરોએ સ્ટેન્ડીંગનો આભાર વ્યકત કર્યો

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૧રમાં (૧) રૂ. ૩૩.૯ર લાખના ખર્ચે ગોંડલ ચોકડી પાસે અંદાજીત ૯૦.૦૦ ચોરસ મીટરમાં મોર્ડનાઇઝ ટોયલેટ બનાવવાનું કામ જેમાંસ્ત્રીઓ તથા પુરૂષો માટે છ-છ સીટનાં ટોયલેટ, ચાર-ચાર યુરિનલ, એક-એક બાથરૂમ, એક કેરટેકર રૂમની સુવિધાઓ તેમજ ટોયલેટનાં આગળનાં ભાગે પીવાનાં પાણી માટેની વ્યવસ્થા રાખવાનાં કામનો સમાવેશ કરવામાં આવેલ છે. તેમજ (ર) રૂા. ૧.૮૯ કરોડના ખર્ચે રામધણ પાસે અંદાજે ર૮.૦૦ રનીંગ મીટર લંબાઇમાં ર૪.૦૦ મીટરો પહોળાઇમાં બ્રીજને વાઇડનીંગ તેમજ ૮.૦૦ મીટર પહોળાઇનાં હૈયાત જુના બ્રીજને જરૂરી સ્ટેન્ધનીંગ કરવાનું કામ આમ કુલ રૂ. ર.ર૩ કરોડના કામો આજરોજ સ્ટેન્ડીંગ કમિટીની મીટીંગમાં મંજુર કરવામાં આવેલ છે. વિશેષમાં આ કામ થવાથી આશરે રપ,૦૦૦ લોકોને ફાયદો થશે. આ કામો મંજુર કરવા બદલ પૂર્વ મેયર તથા વોર્ડ નં. ૧રના કોર્પોરેટર ડો. પ્રદીપ ડવ, એસ્ટેટ, મેનેજમેન્ટ, સમિતિ ચેરમેન તથા કોર્પોરેટર મગનભાઇ સોરઠીયા તેમજ કોર્પોરેટર મિતલબેન લાઠીયા, અસ્મીતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોનો આભાર વ્યકત કરેલ છે
(3:53 PM IST)










